અમદાવાદ,
વર્ષ 2019ના પ્રારંભમાં ઓવર સ્પીડમાં દોડતી બી.આર.ટી બસે 4 વ્યક્તિનો જીવનદીપ બુઝાવી દીધો. રવિવારે અને મંગળવારે થયેલા અકસ્માત બાદ લોકો બી.આર.ટી.એસ બસથી ડરી રહ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દોડાવાતી બી.આર.ટી.એસ બસ સેવા ટ્રાફીક જામ, ભારે ખોટ ,જેવા કારણે વિવાદમાં રહી છે. બી.આર.ટી.એસ માટે બનાવેલા કોરીડોરમા દોડાવાતી બસ ફુલ સ્પીડમા હોય છે.
જેને કારણે અવાર-નવાર નાના-મોટા અકસ્માત સર્જાતા હોય છે. તંત્ર દ્વારા સમયાંતરે તેના ડ્રાઇવરો માટે ખાસ ટ્રેનીંગ પ્રોગ્રામ યોજવામા આવે છે પરંતુ તેનાથી કોઇ માટો ફેર પડ્યો નથી તેનુ એક કારણ સારી તક મળતા ટ્રેનીંગ પામેલા ડ્રાઇવરો અન્ય જગ્યાએ જતા રહે છે.
કેટલાક તાલીમ વિનાના ડ્રાઇવરો બસ ચલાવે છે. વધુમાં સમય સાચવવા ડ્રાઈવર પર દબાણ કરવામાં આવે છે. જેથી ડ્રાઈવરો ઓવર સ્પીડમાં જાય છે.
અક્સ્માતની વાત કરીએ તો વર્ષે 300થી વધુ અક્સમાત થાય છે જેમા ફેટલ પણ થાય છે. તંત્ર અક્સ્માતનો આંકડો જાહેર કરવા માંગતુ નથી કારણકે તેનાથી તેની છબી ખરડાય તેમ છે.
વર્ષ ફેટલ
2016 4
2017 5
2018 4
2019 2