અમદાવાદ,
અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ 21 જૂનના રોજ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ચાંદખેડામાં પોતાના ઘરના બાથરૂમમાં તેમને જિંદગી ટૂંકવી દીધી હતી, તેમની પાસેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, જેમાં હવે 11 લોકો સામે પોલીસે આત્મહત્યા કરવા માટે પ્રેરિક કરવાનો ગુનો દાખલ કર્યો છે, આ તમામ આરોપીઓ વડનગરના રહેવાસી છે. આ લોકોના માનસિક ત્રાસનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આરોપીઓનાં નામ
કાંતિ પરમાર
રાજન પરમાર
જયેશ પરમાર
હિના પરમાર
આરતી પરમાર
કમળા પરમાર
પુષ્પા પરમાર
રિધમ પરમાર
અરવિદ પરમાર
સેન્ટી પરમાર
શું લખ્યું હતુ સ્યૂસાઇડ નોટમાં ?
ફાલ્ગુની શ્રીમાળીની પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમા લખ્યું હતુ મારા વ્હાલા મમ્મી-પપ્પા તમે દુનિયાના બેસ્ટ માતા-પિતા છો, મારા ભાઈઓ તો મારો જીવ છે, મારો ભાઈ તો મારો રોલ મોડેલ છે. જેણે મને બહુ જ હિંમત આપી છે, ભાઈ હિમાંશુ તારામાં તો બહુ સહન શક્તિ છે, એની સામે મારી પાસે ઝીરો સહન શક્તિ છે. હું કંઈ જ સહન કરી શકતી નથી. પપ્પા હું આજે જઈ રહી છું, બધાથી દૂર એક અલગ દુનિયામાં, જ્યાં કોઈ જ નહીં હોય, મારી મમ્મી અરે મમ્મી કહેતા જ આંખો ભરાઈ જાય છે કેમ કે એક મા જ એવી વ્યક્તિ છે જે બાળકને સમજે છે. મારી મમ્મી તો મારી બેસ્ટ ફ્રેન્ડ બધુ જ છે.
મમ્મી તું મને જતા પહેલાં સરસ તૈયાર કરજે, ભાઈ મારી પસંદગીની વસ્તુઓ બાળકોને વેંચજે, મને વડનગરના ઘરે લઈ જજો. ત્યાં મને સુવડાવજો મારા ઘરે ઉંઘી હતી તેને બહુ જ સમય થઈ ગયો છે. મમ્મી મારા માથે હાથે ફેરવજો, જેથી મને બહુ જ સારી ઉંઘ આવે અને શાંતિ મળે, પપ્પા હવે પહેલા જેવા ના રહેતા તમને બોલવા વાળી હું જાઉ છું. મમ્મીને હેરાન ના કરતા, પાછા ઘરના બધાને સાચવજો, ભાઈ હિમાંશું, જયેશ મમ્મી પપ્પાને સાચવજો, ભાઈઓ મારી ચિંતા ના કરશો, તમારા લગ્નમાં હું ગમે તે રૂપે આવી જઈશ. કેમ કે મારા વગર નાચશે કોણ, બૂમો કોણ પાડશે, અને હા હવે બહુ જ કહી દીધું કેમ પણ હું છું જ બોલકીને હવે હું જાવ છું, બધા હળી મળીને રહેજો.
Love you mummy Pappa nd I Love yoy cm big brothers
good by
મારા મોત માટે કોઈ જવાબદાર નથી, હું મારા મનથી જઈ રહી છું.
લિ- આપની લાડલી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.