અમદાવાદમાંથી ફરી એકવાર યુવાધન બરબાદ કરતું ડ્રગ્સ પકડાયું છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોકેઇન અને મ્યાઉ મ્યાઉ તરીકે ઓળખાતું ડ્રગ્સ પકડ્યું છે.ક્રાઈમ બ્રાન્ચે 61 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે 3 વ્યક્તિઓને પકડ્યા છે.
પોલીસે આ વ્યક્તિઓ પાસેથી 305 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને 51 ગ્રામ કોકેઈન કબજે કર્યું છે.એ સિવાય 6.40 લાખ રોકડા રૂપિયા પણ પકડ્યા છે.પકડાયેલ આરોપીઓ શતાબ્દી એક્સપ્રેસમાં ડ્રગ્સની હેરાફેરી કરતા હતા.ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી શતાબ્દી ટ્રેનમા વેઈટર તરીકે કામ કરતો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે અમદાવાદમાં એક દંપતીએ આ ડ્રગ્સ મગાવ્યું હતું.જો કે ડ્રગ્ઝ મંગાવનાર દંપતી ફરાર થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.