અમદાવાદ,
અમદાવાદ શહેરમાં આવેલા પ્રહલાદનગરમાં એક રેસિડેન્ટ ટાવરમાં આગ લાગી હતી. આગને કારણે પતિ-પત્નીનાં મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ છે. પ્રહલાદનગર ગાર્ડન નજીક આવેલા ઈશાન ટાવરના એક ફ્લેટમાં આગ લાગી હતી.
ઘરમાં લાગેલી આગ બાદ 5 લોકોને સારવાર માટે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે લોકોનાં મોત થાય હતા, જ્યારે ત્રણ લોકો હજુ સારવાર હેઠળ છે.
ટાવરના છઠ્ઠા માળે આવેલા એક ઘરમાં લાગી હતી. આગ લાગી હતી ત્યારે ઘરમાં પાંચ લોકો હાજર હતા. ઘર બંધ હોવાને કારણે ધુમાડો બહાર ન નીકળતા અમુક લોકો બેભાન થઈ ગયા હતા.
ઘરમાં આગ લાગી ત્યારે અચલ શાહ, તેમના પત્ની, માતા અને દીકરી ઘરમાં હતા. આગને કારણે અચલ શાહ અને તેમના પત્નીનું સારવાર દરમિયાન મોત થઈ ચુક્યું છે. જ્યારે તેમની 17 વર્ષની દીકરી અને માતાની હાલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તમામને બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ઘટનાના મામલે વધુ તપાસ ચાલી રહી છે.