Not Set/ રાજ્યભરમાં મોદી સરકારનાં ચાર વર્ષનો વિરોધ, કોંગ્રેસે વિશ્વાસઘાત દિન તરીકે ઉજવ્યો

અમદાવાદ આજે કેન્દ્રની મોદી સરકારે 4 વર્ષ પુરા કર્યા છે. આ પ્રસંગે એક તરફ બીજેપી 4 વર્ષની સિદ્ધિઓ ગણાવીને તેની ઉજવણી કરી રહી છે. તો બીજી તરફ મુખ્ય વિપક્ષ એવી કોંગ્રેસ આ દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવી રહી છે. કોંગ્રેસે આજે અમદાવાદ, રાજકોટથી લઈને રાજ્યભરમાં વિશ્વાસઘાત દિવસની ઉજવણી કરી છે. અમદાવાદ શહેરમાં ‘વિશ્વાસઘાત દિવસ‘ની ઉજવણીને […]

Ahmedabad Gujarat
congress 2 રાજ્યભરમાં મોદી સરકારનાં ચાર વર્ષનો વિરોધ, કોંગ્રેસે વિશ્વાસઘાત દિન તરીકે ઉજવ્યો

અમદાવાદ

આજે કેન્દ્રની મોદી સરકારે 4 વર્ષ પુરા કર્યા છે. આ પ્રસંગે એક તરફ બીજેપી 4 વર્ષની સિદ્ધિઓ ગણાવીને તેની ઉજવણી કરી રહી છે. તો બીજી તરફ મુખ્ય વિપક્ષ એવી કોંગ્રેસ આ દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવી રહી છે. કોંગ્રેસે આજે અમદાવાદ, રાજકોટથી લઈને રાજ્યભરમાં વિશ્વાસઘાત દિવસની ઉજવણી કરી છે.

jamnagar 5 રાજ્યભરમાં મોદી સરકારનાં ચાર વર્ષનો વિરોધ, કોંગ્રેસે વિશ્વાસઘાત દિન તરીકે ઉજવ્યો

અમદાવાદ શહેરમાં ‘વિશ્વાસઘાત દિવસ‘ની ઉજવણીને લઈ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુધ સિદ્ધાર્થ પટેલ તથા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા

કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા દેખાવો કર્યો હતો. કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા કાળા વસ્ત્રો, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો, શહેરનાં લહેરીપૂરા દરવાજા ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

congress રાજ્યભરમાં મોદી સરકારનાં ચાર વર્ષનો વિરોધ, કોંગ્રેસે વિશ્વાસઘાત દિન તરીકે ઉજવ્યો

કોંગી કાર્યકરોએ મોદી શાસન વિરુદ્ધ કાળા ફુગ્ગા હવામાં છોડ્યા હતાં. કોંગ્રેસે મોદી સરકારનાં ચાર વર્ષનાં શાસનને નિષ્ફળ ગણાવી હતી.

ગાંધીનગર.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ દેખાવો કરી જણાવ્યું હતું કે. 4 વર્ષ ના સાશન દરમ્યાન મોદી સરકાર નિષ્ફળ નીવડી છે. પ્રજા મોંઘવારી થી ત્રસ્ત છે. ખેડૂતો, યુવાનો, શોષીતો એ આંદોલન કરવા પડે છે. પેટ્રોલ ડીઝલ ના ભાવ આસમાને પહોંચી ગયા છે. અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો મોંઘવારી ને સરકાર નાથવાના કોઈ પગલાં નહીં ભરે તો આગામી દિવસો માં પ્રજાને સાથે રાખી કૉંગ્રેસ રસ્તા પર ઉતરશે.

અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં  ભાજપ સરકાના વિરોધ કરતા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. કોંગી કારર્યકરોએ મોડાસા ચાર રસ્તા ઉપર ચક્કાજામ કર્યું હતું. સરકારે લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો  છે .

congress 1 રાજ્યભરમાં મોદી સરકારનાં ચાર વર્ષનો વિરોધ, કોંગ્રેસે વિશ્વાસઘાત દિન તરીકે ઉજવ્યો

કાળી પટ્ટી અને કાળા વાવટા સાથે  વિરોધ  નોંધાવ્યો છે. આ વિરોધમાં કોંગ્રેસ ના ધારાસભ્યો અને કાર્યકરો પણ રહ્યા હાજર રહ્યા છે. વિરોધ પ્રદર્શનને કાબુમાં મેળવવા માટે પોલીસે 50થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી છે.