ગાંધીનગર,
પરપ્રાંતિયો પર કરવામાં આવતા હુમલા અંગે ભાજપના નેતા આઈકે જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોરના સવાલનો કોંગ્રેસે જવાબ આપવો જોઈએ. આ સમગ્ર ઘટના પાછળ કોંગ્રેસ જવાબદાર છે અને 2019ની ચૂંટણીમાં જનતા આનો જવાબ કોંગ્રેસને આપી દેશે.
રાજ્યમાં બિન ગુજરાતી ઓ પર થઈ રહેલા હુમલા બાબતે અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી આપવામાં આવી છે. કોંગ્રેસે જવાબ આપવો જોઈએ કે કોંગ્રેસ દ્વારા કઇ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું પરપ્રાંતીય લોકો પર હુમલો કરવાનો..
આ બાબત પણ કોંગ્રેસે જવાબ આપવો જોઈએ. જ્યારે ભાજપ પક્ષ દ્વારા જ આવા હુમલા કરવામાં આવે છે. ઉપરાંત સરકાર પાસે તમામ સત્તા અને ઇન્ટેલિજન્ટ હોવા છતાં પણ કેમ 7 દિવસ સુધી આવું ચલાવ્યા કાર્યનો આક્ષેપની વિરુદ્ધમાં ભાજપના ઉપાદયક્ષ આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જ આ કાવતરું કરવામાં આવ્યું છે. જ્યારે અલ્પેશ ઠાકોરે કરેલા પ્રશ્નો બાબતે કોંગ્રેસ ના નેતાઓ જ જવાબ આપે તેવુ નિવેદન જાડેજાએ કર્યું હતું.
ગુજરાતને અશાંત બનાવના પેતરા કરવામાં આવ્યા છે. આવી બધી ઘટનામાં કોંગ્રેસ દ્વારા બંધ નું આંદોલન આપવામાં આવે તે બાબતે પણ કોંગ્રેસ ના કોઈ નેતા સામે ના આવ્યો, જ્યારે 3 દિવસ સુધી તો કોંગ્રેસ ના નેતાઓ કોઈ નિવેદન ના આપ્યો એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ના નેતાઓ સંડોવાયેલ છે.
પરંતુ પોલીસ તપાસ માં સામે આવતા કોંગ્રેસ પોતાની આબરૂ બચાવવા માટે હવે નવા નવા કાર્યક્રમો કરશે. પરંતુ હવે લોકો જાણી ગયા છે જેનો જવાબ 2019 મુદ્દે પ્રજા જવાબ આપી દેશે તેવું પણ ભાજપ પક્ષના ઉપાદયક્ષ આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું.