અમદાવાદમાંથી વધુ એક વખત વિદેશીઓ સાથે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયું છે. નાના ચિલોડા પાસે બંગલો ભાડે રાખી ચાર આરોપીઓએ કોલ સેન્ટર શરૂ કર્યું હતું. પકડાયેલા ચારેય લોકો અત્યાર સુધીમાં આ સેન્ટરમાં ખોટ કરી ચુક્યા હોવાનું સામે આવ્યું છે.
લેન્ડી કલબ નામની કંપનીની આડમાં ચારેય આરોપીઓ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા હતા. અત્યાર સુધીમાં આરોપીઓ 27 હજાર જેટલું કમાયા છે અને ખોટ ભોગવી ચુક્યા છે.
પકડાયેલા ચારેય યુવકોમાં હર્ષ પટેલ, મહેન્દ્ર ઉર્ફે મોન્ટુ ચાવડા, નિરજ ઉર્ફે નિરવ પટણી અને ધૃવ ઉર્ફે બીટ્ટુ પટેલનો સમાવેશ થાય છે. વિદેશી નાગરીકોને લોનના બહાને ફોન કરતા અને એડવાન્સ પેમેન્ટ ચૂકવવાનું કહીને તેમજ અલગ અલગ લોભામણી લાલચો આપીને ઠગાઇ કરતા હતા.
પકડાયેલા ચારેય આરોપીઓએ દોઢ મહિના પહેલા જ સેન્ટર શરૂ કર્યું હતું અને આરોપીઓ કોમ્પ્યુટર સહિતનો માલ પણ ભાડે લાવ્યા હતા.