અમદાવાદ,
અમદાવાદની એલજી હોસ્પિટલની બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે. બેદરકારીના કારણે એલજી હોસ્પિટલ ચર્ચામાં છવાયેલી જ રહે છે ત્યાં વધુ એક બેદરકારી સામે આવી છે. એલજીમાં એક બાળકની જન્મતાની સાથે જ મૃત્યુ થવાની ઘટના સામે આવી છે.
આપને જણાવીએ દઈએ કે શ્રમજીવી પરિવારની એક મહિલાને વહેલી સવારે 5 વાગ્યે એલજી હોસ્પિટલના બેડ પર જ પ્રસુતિ થઈ ગઈ હતી. બાળક પથારી પરથી સીધું જ જમીન પર પટકાયું હતું જેના કારણે નવજાત શિશુ મોતને ભેટ્યું હતું.
મહિલાના પરિવારનો આરોપ છે કે હોસ્પિટલમાં નર્સ કે કોઈ મેડિકલ એટેન્ડન્સ સ્ટાફ ન હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.
શું છે સમગ્ર ઘટના…
આજે એટલે કે 3 જુલાઈના રોજ વહેલી સવારના રોજ શ્રમજીવી પરિવારના બાળકનો જન્મ થયો અને ત્યારબાદ મહિલાની પ્રસૂતિ બાદ માતાની બાજુમાં બાળકને સુવાડવામાં આવ્યું. માતાની બાજુમાં સૂઈ રહેલું બાળક જમીન પર પડી જવાથી મોતને ભેટયું હતું. આ ઘટના નર્સ કે મેડિકલ એટેન્ડન્ટ ન હોવાથી બની હોવાનું પરિવારજનો કહેવું છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી છે, પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે, જો કે, હોસ્પિટલના સત્તાધીશોએ આ અંગે કોઈ પણ માહિતી હજુ સુધી આપી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.