અમદાવાદ,
લોક રક્ષક દળના પેપર લીક મામલે રોજ નવા નવા ખુલાસો થઇ રહ્યા છે, ત્યારે આજે એસપી મયૂર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.
પેપરલીક મામલે કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ઇન્દ્રવદન પરમાર, રાજેન્દ્ર વાધેલાને પણ રજૂ કરાયા છે. મહીસાગરના વીરપુરથી યશપાલસિંહ ઝડપાયો હતો, મુખ્ય સૂત્રધાર યશપાલનો મોબાઈલ ટ્રેસ કરતા ઝડપાયો છે. હજુ વધુ તપાસ બાદ વધુ આરોપીઓ ઝડપાઇ શકે છે.
.2 કલાક સુધી ગોળગોળ ફેરવ્યા
વધુમાં SPએ જાણાવ્યું હતું કે, આ વિધાર્થીઓને દિલ્લી લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે જે લોકેશન પર પહોંચવાનું હતું તે પહેલા આ બધા વિધાર્થીઓને 2 કલાક સુધી ગોળગોળ ફેરવ્યા હતા કારણે કે તે લોકોને લોકેશન સુધી જવાનો રસ્તો યાદ ના રહે, આ બધા વિધાર્થીઓને પહેલા ગેરજમાં લઇ જવામાં આવ્યા, ત્યાર બાદ ટેરનામેન્ટ લઇ જવામાં આવ્યા, ત્યારબાદ પતરા નીચે બેસાડવામાં આવ્યા હતા. જ્યાં 5 પૈકી એક સાથે યશપાલ બેઠો હતો અને બધા વિધાર્થીને કહેવામાં આવ્યું કે તમે બધા આ પેપરના જવાબોને યાદ કરી નાખો.
LRD પેપર લીક મામલો : મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકીની પોલીસે મહીસાગરથી કરી ધરપકડ
ઈન્દ્રવદન નામના વ્યક્તિનું અને નિલેશ નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું છે. ઈન્દ્રવદન બરોડાનો રહેવાસી છે. પરિક્ષાર્થિઓ જે ચાર વાહનોમાં ગયા હતા, તે ગાડીઓના ડ્રાઈવરોના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે. દિલ્હીથી પાછા અમદાવાદ આવવાની યશપાલની ટિકિટ ઈન્દ્રવદને બુક કરી. યશપાલ પેપરની કોપી વેફરના પેકેટમાં સંતાડીને ગુજરાત આવ્યો હતો.
જે લોકો પેપર મેળવ્યું તે લોકોને બ્લેકલિસ્ટ કરવાનું કહીશું
એસપી મયૂર ચાવડાએ કહ્યું કે, જે લોકો આ કેસમાં સંડોવાયેલા છે. તેમને બ્લેક લીસ્ટ કરવામાં આવશે અને ધ્યાન રાખવામાં આવશે કે, અગામી લેવાનારી પરિક્ષામાં તે લોકો પરિક્ષા ન આપી શકે. આ અંગે ભરતી બોર્ડને કહેવામાં આ અંગે નિર્ણય કરશે.
અમારી એક ટીમ દિલ્હીની ગેગની તપાસ માટે ગુડગાવ અને દિલ્હી જવા રવાના થઈ છે. અન્ય માહિતી હવે આગળની તપાસ બાદ આપવામાં આવશે.
યશપાલ અલગ અલગ સ્થળોએ ત્યારબાદ તો છૂપાતો ફરતો
મળતી માહિતી મુજબ યશપાલ દિલ્હીથી બાય એર વડોદરા આવ્યો હતો. વડોદરાથી પરીક્ષા આપવા માટે તે સુરત બાયરોડ ગયો હતો. પેપર લીક થયાના અહેવાલો બહાર આવતા જ યશપાલ ખુબ ગભરાઈ ગયો હતો.
પેપર લીક કાંડ મામલે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અલ્પેશ ઠાકોરની ન્યાય યાત્રા : મોટી સંખ્યામાં જોડાયા વિદ્યાર્થીઓ
સુરત છોડીને તે તાત્કાલિક વડોદરા પરત ફર્યો. વડોદરામાં તે પોતાના મિત્રો પાસે જ રહ્યો હતો. યશપાલ અલગ અલગ સ્થળોએ ત્યારબાદ તો છૂપાતો ફરતો હતો. એક બાજુ પેપરલીકનો મામલો ખુબ ગરમાયો અને યશપાલ પાસે હવે નાણા પણ ખૂટી ગયા હતાં. આખરે તેણે સંબંધીને સંપર્ક કરવો પડ્યો.
યશપાલ વીરપુર લિંબડીયા રોડથી ઝડપાયો
પોલીસની નજર યશપાલના સંબંધીઓ પર હતી. પોલીસે અગાઉથી જ યશપાલના સંબંધીઓ પર વોચ રાખી હતી. યશપાલ જેવો આવ્યો કે પોલીસના હાથે ઝડપાઈ ગયો. મળતી માહિતી મુજબ યશપાલ મોડી રાતે રસ્તા પર ચાલતો હતો ત્યારે તેના જ મિત્રએ પોલીસને તેના અંગે માહિતી આપી દીધી.
યશપાલ વીરપુર લિંબડીયા રોડથી ઝડપાયો હતો. એવી પણ માહિતી મળી છે કે તેણે બે દિવસથી કશું ખાધુ નહતું. મહીસાગર પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ધરપકડ કર્યા બાદ અમદાવાદ પોલીસને જાણ કરાઈ હતી પોલીસે વધુમાં જાણાવ્યું હતું કે રાજેન્દ્રને બધા સવાલોના જવાબો યાદ હતા અને તે બધા જવાબો લખીને તેના સગાઓને બતાવ્યા હતા.
ગાંધીનગર પોલીસે ઈન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલા અને યશપાલ સોલંકીની ધરપકડ કરી હતી. જેઓ આ કાંડમાં મુખ્ય સુત્રધાર હોવાની શંકા સેવાઈ રહી છે. તો આ સાથે આ પેપર કાંડનો બીજો મુખ્ય સુત્રધાર નિલેશ જે પોલીસ પકડથી દૂર છે. ત્યારે પકડાયેલા આરોપીને લઈને પોલીસ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રકશન કરાવી આ ષડ્યંત્ર કેવી રીતે અને ક્યાં રચાયુ તેની માહિતી આરોપીઓ પાસેથી મેળવશે અને આ આરોપીઓ સાથે જે વિદ્યાર્થીઓ દિલ્હી ગયા હતા હાલમાં તેમની શોધખોળ ચાલુ હોવાની પોલીસે માહિતી આપી હતી. તો આ સાથે સમગ્ર પેપર કાંડમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને ભરતી પ્રક્રિયામાંથી બ્લેક લિસ્ટેડ કરવામાં આવે તેવી અરજી પોલીસ દ્વારા ભરતી બોર્ડને કરવામાં આવશે તેની માહિતી આપી હતી.