રાજ્યમાં પહેલા સ્કુલોની ફિ વધારા મુદ્દે થયેલા હંગામા બાદ હવે આરટીઈથી એડમિશન મામલે રાજ્યની સ્કુલોમાં હંગમો જોવા મળી રહ્યો છે.
અમદાવાદની ઉદગમ સ્કુલ દ્વારા આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ન આપવાની દાદાગીરી સામે NSUI મેદાને પડી છે.
ઉદગન સ્કુલ દ્વારા આરટીઈ હેઠળ બાળકોને પ્રવેશ ન અપાતા એનએસયુઆઈના કાર્યકરોએ ઉદગમ સ્કુલની બહાર હંગામો મચાવ્યો હતો.
NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં સ્કુલની બહાર એકઠા થઈ સ્કુલ પ્રશાસન સામે નારા બાજી કરી હતી.
મહત્વનું છે કે આ હોબાળામાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. જેથી હોબાળાને પગલે સ્કુલની બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.