અમદાવાદ,
રથયાત્રાને આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે શહેરમાં બનેલા બે બનાવોએ પોલીસની ઉંઘ ઉડાવા દીધી..શનિવારે આસિફ નામક અસ્થિર મગજના યુવાને નહેરૂનગર બસ સ્ટેન્ડમાં બોમ્બ મુકાયાનો ખોટો મેસેજ પોલીસ કંન્ટ્રોલ રૂમને આપી પોલીસને દોડતી કરી દીધી હતી.જો કે તપાસના અંતે આ કોલ ફેક હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં આજે ફરી નારોલ વિસ્તારના શાહવાડી ખાતે બોમ્બ મુકાયાનો ખોટો મેસેજ મળતા પોલીસ તંત્રમાં ફરી દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટાફ બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ સાથે દોડી ગઈ હતી અને શાહવાડી સહિત સમગ્ર નારોલ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
સદનસિબે તપાસ દરમિયાન કોઈ બોમ્બ કે વાંધાજનક ચીજ વસ્તુ મળી આવી ન હતી. હવે પોલીસે એ તપાસમાં લાગી છે કે આ બોગસ ફોન કરનાર કોણ છે અને તેણે આ ફોન ક્યાંથી કર્યો હતો.
ફરી એક વાર બૉમ્બ મુકાયાનો ખોટો મેસેજ પોલીસ કન્ટ્રોલ રૂમને મળ્યો.નારોલ વિસ્તારના શાહવાડી વિસ્તારમાં બૉમ્બ મુકાયાનો ખોટો મેસેજ પોલીસ કન્ટ્રોલ રૂમને મળ્યો
રથયાત્રાને હવે માંડ ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યાં શહેરમાં એક પછી એક એમ કુલ બે બનાવો એવા બની ગયા છે કે જેનાથી પોલીસ શહેરની ઊંઘ ઉડી ગઈ છે . ગઈ કાલે આસિફ નામના અસ્થિર મગજના યુવાને પોલીસ કન્ટ્રોલ રૂમને ખોટો મેસેજ આપ્યો હતો કે , નહેરુ નગર બસ સ્ટેન્ડમાં બૉમ્બ મુક્યો છે. અને ગમે તે ઘડીએ ફાટી શકે છે.
આ મેસેજ પોલીસને મળતા જ નહેરુનાગર બસ સ્ટેન્ડમાં પોલીસ દ્વારા ચેકીંગ શરૂ કરી દેવાઈ હતી. અને આ તપાસ માં કોઈ એવા વાંધાજનક વસ્તુઓ પ્રાપ્ત ન થતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જોકે, આ બનાવની હજી શાહી સુખાઈ પણ નથીને , આજે ફરી એક વાર નારોલ વિસ્તારના શાહવાડી વિસ્તારમાં બૉમ્બ મુકાયાનો ખોટો મેસેજ પોલીસ કન્ટ્રોલ રૂમને મળ્યો હતો. જેમાં પણ પોલીસે તપાસ હાથ ધરતા આ કોલ ફેક સાબિત થયો હતો. અને આ કોલ પાછળ કોણ વ્યકિત સંડોવાયેલો છે , અને તેણે ક્યાંથી ફોન કર્યો હતો. જેની તપાસ નારોલ પોલીસે શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.