Not Set/ અમદાવાદ : રથયાત્રા દરમિયાન BRTSના આ પાંચ રૂટ રહેશે બંધ

અમદાવાદ, અષાઢી બીજ શનિવારે એટલે 14મી તારીખે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથની રથયાત્રા સવારે 7 વાગે મંદિરથી નિકળી રાત્રે 8.30 વાગે નિજધામે પરત ફરશે, ત્યારે આ રથયાત્રામાં શહેરના લાખો ભકતો શ્રદ્ધા સાથે રથયાત્રામાં જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સઘન રાખવા માટે પ્લોસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં […]

Ahmedabad Gujarat Trending
brts10 અમદાવાદ : રથયાત્રા દરમિયાન BRTSના આ પાંચ રૂટ રહેશે બંધ

અમદાવાદ,

અષાઢી બીજ શનિવારે એટલે 14મી તારીખે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથની રથયાત્રા સવારે 7 વાગે મંદિરથી નિકળી રાત્રે 8.30 વાગે નિજધામે પરત ફરશે, ત્યારે આ રથયાત્રામાં શહેરના લાખો ભકતો શ્રદ્ધા સાથે રથયાત્રામાં જોડાશે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સઘન રાખવા માટે પ્લોસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે સૌ પ્રથમવાર 25 હજાર પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યાં છે.

બીજી બાજુ આ રથયાત્રાને જોતા શહેરમાં BRTSના પાંચ રુટ પણ બંધ કરવામાં આવ્યા છે તો ત્રણ રૂટોમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે.

e353a3a481b6d5d61b16f5d8c7cdf51d અમદાવાદ : રથયાત્રા દરમિયાન BRTSના આ પાંચ રૂટ રહેશે બંધ

આ પાંચ રુટ રહેશે બંધ : 

૧. ઝુંડાલથી નારોલ સુધી રુટ નંબર સાત

૨. નરોડા ગામથી ઇસ્કોન ચાર રસ્તા રુટ નંબર આઠ

૩. ઓઢવથી એમ જે લાયબ્રેરી સુધી રુટ નંબર ૧૧

૪. આરટીઓ સર્ક્યુલર રુટ નંબર ૧૦૧ અને ૨૦૧

૫. આરટીઓ સર્ક્યુલર રુટ નંબર ૨૦૧

આ રૂટમાં કરાયા ફેરફાર :

૧. ઓઢવથી સાયન્સ સીટી એપ્રોચ રુટ નંબર બેના બદલે સાઈન્સ સીટી એપ્રોચથી સરકારી લિથો પ્રેસ તેમજ ઓઢવ રોડથી અજીત મિલ સુધી ચાલશે.

૨. ઝુંડાલથી કોમર્સ સિક્સ રસ્તા સુધીના રુટ નંબર ૪ને ઝુંડાલ સર્કલથી વિશ્વકર્મા કોલેજ થઈને કોમર્સ સિક્સ રસ્તા સુધી ચલાવવામાં આવશે,

૩.મણિનગરથી સોલા ભાગવત સુધી ચાલનારી રુટ નંબર ૯ની બસને સોલા ભાગવતથી લઇ લો ગાર્ડન સુધી ચલાવવામાં આવશે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત AMTSના કેટલાક રૂટોને પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ કેટલાક રૂટોને સામાન્ય વાહનો માટે પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, રથયાત્રામાં પોલીસ દ્વારા કોઈ ગુનાહિત કાર્ય કે કોઈ ઘટના ન બની જાય તે માટે ઇઝરાયેલના ખાસ બલુનને 1500 ફુટની ઉંચાઇ પરથી 6 કી.મી નીચેના દ્રશ્યો લેવામા આવશે, તેમજ સંવેદનશીલ વિસ્તારમાં 25 પેરામિલેટ્રી ફોર્સને ખડકી દેવામા આવી છે.