અમદાવાદ
અમદાવાદમાં માનવતાની હદ વટાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. માનવીએ જાણે કે, સંવેદના જ ગુમાવી દીધી છે. વટવા વિસ્તારમાં એક કિશોરને ક્રુર રીતે માર મારવામાં આવ્યો હતો. વટવામાં હનીફ બાપુ નામના એક બાવાએ પંદર વર્ષનાં કિશોરને વાયરથી એટલો માર માર્યો કે તેનાં શરીર પર શોળ ઉઠી આવ્યા હતાં.
હાલમાં આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવ્યો છે. જો કે કેમ માર મારવામાં આવ્યો તેની કોઈ જાણકારી નથી. પરંતુ કારણ કોઈ પણ હોય સજા કરવા માટે કાયદો છે અને કોઈએ કાયદો હાથમાં લેવાની જરુર નથી પરંતુ કાયદાની તો જાણે કે કોઈને પરવા જ નથી.
અમદાવાદના વટવા વિસ્તારમા હનીફ બાપુ નામના બાવા એક પંદર વર્ષના છોકરાને વાયરથી માર મારવામાં આવ્યો છે, હાલ આ સમગ્ર મામલો વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેણી વધુ તપાસ હાથ ધરાઈ છે.