અમદાવાદ,
રાજ્યમાં દિવાળી પહેલા જ એસીબીએ જે રીતે લાંચિયા અધિકારીઓ પર કાર્યવાહી કરી છે, તેને જોતા હવે સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા થોડાક જ દિવસોમાં એસીબીએ સરકારી અધિકારીઓને નાની-મોટી લાંચ લેતા ઝડપી પાડ્યા છે, ત્યારે આજે અમદાવાદમાંથી વર્ગ ૦૩ના તોલમાપ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા ઝડપ્યો છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદીના કુલ ૭ ઈલેકટ્રીક વજન કાંટાના ખરાઈ અંગેના પ્રમાણપત્ર આપવાના કામ પેટે લાંચના રુપિયા ૧,૫૦૦/- ની માંગણી આરોપી કિશોરભાઈએ કરી હતી. ફરીયાદીએ લાંચ ન માટે વિચાર કરીને એસીબીમા ફરીયાદ કરી હતી. જે અંગે એસીબીએ આ મામલે આજ રોજ છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી ૧૫૦૦ રુપીયાની લાંચ લેતા પકડાઈ ગયા હતા જે અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે.