અમદાવાદ,
અમદાવાદના ઇસનપુરના ભૈરવનાથ વિસ્તારમાં યુવક પર છરી વડે હુમલો કરતા હાલ યુવક સાવવાર હેઠળ છે. ગઇ મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ યુવક પર હુમલો કર્યો હતો. અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટના વધી રહી છે
અમદાવાદ શહેર હવે ધીમે ધીમે ક્રાઇમ ઝોન બની રહ્યું છે. કેમ કે બે દિવસમાં વધુ બે બનાવ જીવલેણ હુમલાના સામે આવ્યા છે. ઘટના છે મણિનગરના ભૈરવનાથ રોડ પરની, કે જ્યાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ યુવક વટવાથી આવી રહ્યો હતો અને પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવવા માટે ઉભો રહ્યો હતો.
જ્યાં કેટલાક અસામાજિક તત્વો આવ્યા હતા અને અંગત અદાવત રાખી તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવક પર જીવલેણ હુમલો કરી નાખ્યો હતો. આ 5 જેટલા અસામાજિક તત્વો યુવક પર એક પછી એક એમ છરીના ઘા મારવા માટે મંડી પડ્યા હતા.
જેથી યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને શહેરની એલ જી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. હાલ તો આ યુવકની તબિયત સુધારા પર છે. પરંતુ આ વાત તો ચોક્કસ છે કે હવે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો ખોફ છે અને આજ અસામાજિક ત્વો પોલીસને એક પછી એક એમ પડકારો આપી રહ્યા છે