અમદાવાદ,
અમદાવાદમાં દારૂની મહેફિલ માણતાં 14 વેપારીઓ પકડાયા છે.શહેરના નરોડા વિસ્તારમાં આવેલી હોટલમાં બેસીને આ વેપારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા હતાં ત્યારે પોલીસે રેડ કરતા તેઓ કાયદાકીય સકંજામાં આવી ગયા હતા.વેપારીઓ પાસેથી 6 દારૂની બોટલ પકડાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા 14 વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટનામાં એવું કહેવાઇ રહ્યું છે કે, તેઓ બર્થડે પાર્ટી મનાવવા માટે તેઓ સેન્ટ્રો હોટલમાં ગયા હતા, ત્યાં તેઓએ દારૂ પાર્ટી યોજી હતી.
પોલીસને બાતમી મળતા ત્યાં રેડ પાડી હતી, અને હોટલમાંથી પોલીસે દારૂની 6 બોટલો, 6 મોબાઈલ ફોન અને 7 વાહનો સહિત રૂ. 6.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.