અરવલ્લી,
અરવલ્લીના મેઘરજમાં પાણીની પાઇપલાઇન તૂટી ગઇ હતી. જેથી ગ્રામજનો પાણી વગરના બન્યા હતા. મેઘરજમાં ખાનગી મોબાઇલ કંપનીના ટાવર માટે ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન 30 વર્ષ જૂની પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઇ હતી. આ પાઇપલાઇન 1800 મીટરની છે. જે તૂટી પડતાં 5000 લોકો પાણી વગર તરસી રહ્યા હતા. છેલ્લા 3 દિવસથી આ ઘટના બની છે.ગઈકાલે મંતવ્ય ન્યુઝે આ ઘટના અંગે અહેવાલ પ્રકાશિત કર્યો હતો જે બાદ તંત્રએ તાત્કાલિક પાઈપલાઈનનું સમારકામ કરાવડાવ્યું.