આણંદ,
સરકાર ઘ્વારા ગામડાઓમાં રોડ રસ્તા સારા બને તે માટે અનેક યોજનાઓ અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા ઘ્વારા કોન્ટ્રેક્ટ આપી રોડ રસ્તા નવા કરવાની કામગીરી કરાતી હોઈ છે પરંતુ આવા કામોમાં ભ્રષ્ટાચાર પણ વધતો હોઈ તેમ લાગી રહ્યું છે.
મુખ્યમંત્રી સડક યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જિલ્લા પંચાયત તેમજ માર્ગ અને મકાન વિભાગ ઘ્વારા આણંદ પાસે આવેલ બાકરોલ ગામમાં મુખ્ય માર્ગ નવો કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ગત સપ્ટેમ્બર મહિનામાં કામ ચાલુ કરી 600 મીટર લાંબો અને 3.5 મિટર પોહડો રોડ બનાવવા માટે રોનક એન્જિનિયર નામની કંપનીને સોપાયો હતો.
જેમાં આ ખાનગી કંપનીએ rcc રોડ બનાવવામાં ઓછી ગુણવતા ધરાવતા મટીરીયલનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચાર્યો હોઈ તેવુ ગામજનોને લાગ્યું હતું પરંતુ તેમનો સંદેહ હકીકતમાં ત્યારે ફેરવ્યો જ્યારે રોડનું કામ પૂર્ણ થયાના માત્ર ગણતરીના જ દિવસોમાં ખાડા તેમજ ડસ્ટ દેખાવા લાગ્યું જેને લઇ ગામ જનો ઘ્વારા નીચેથી લઇ પ્રધાનમંત્રી સુધી રજૂઆતો કરાઈ હતી.
બાકરોલમાં જુનો પાકકો ડામર રોડ તોડી નવો રોડ બનાવવા સરકાર ઘ્વારા લાખો રૂપિયાની મુખ્યમંત્રી સડક યોજના માંથી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ માર્ગ અને મકાન વિભાગની અને કોન્ટેક્ટર બેદરકારી કહો કે મિલીભગત આ રોડ બન્યાને 15 થી 20 દિવસમાં જ બિસમાર થઈ ગયો હતો જેને લઇ ગામજનો ઘ્વારા અનેક રજૂઆતો કરાઈ હતી.
પરંતુ માર્ગ મકાન વિભાગને જાને કોઈ પડીજના હોઈ તેમ આ કામને ગણવામાંજ નહોતું આવતું આખરે હોદ્દેદારો ઘ્વારા રોડના ડેમેજ ભાગ પૂરતું જ રિપેરિંગ કામ આજે હાથ ધવરવામાં આવતા સ્થાનિકો ઘ્વારા વિરોધ કરાયો હતો અને કામને અટકાવવામાં આવ્યું હતું ત્યારે કોન્ટ્રકટરે પોલીસને ફોન કરી બોલવાની ધમકી પણ આપી હતી જેથી સ્થાનિકો ઘ્વારા ઉગ્ર વિરોધ કરી કામ અટકાવી દેવાયું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોન્ટ્રેક્ટર ઘ્વારા કરવામાં આવેલ રોડ કામમાં પોતાની બેદરકારી છુપાવવા માટે તે માત્ર ડેમેજ ભાગ જ રિપેર કરાવ્યા છે અને એ પણ રોડ બન્યાના માત્ર ગણતરીના જ મહિનાઓમા તો ખરાબ થઈ ગયો છે અને તુટવા લાગ્યો છે. ભવિષ્યમાં આવી ઘટના બીજી વખતના બને તેની જવાબદારી કોણ લેશે તેમજ રોડ કામ ચાલુ કામે કે કામ પૂર્ણ થયા બાદ પણ કોઈ પણ કોન્ટ્રેક્ટરે હાજરી આપી જ નથી તથા આ અંગે લગતા વળગતા સરકારી અધિકારીઓ પણ રોડ કામ માટે કેવું મટીરીયલ વપરાઈ રહ્યું છે તે જોવા નથી આવ્યા.
આખો રોડ નવો બનાવો નહીતો બાકરોલ ગામના રહેવાસીઓ ચૂંટણીના બહિષ્કાર સુધીની તૈયારીઓ બતાવી હતી તેમજ અધિકારીઓ વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
આ ઘટના અંગે મીડિયાકર્મીઓ દ્વારા ઈજનેર માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અધિકારી ઘ્વારા કેમેરા સમક્ષ કઈ પણ કહેવાનો ઇનકાર કરતા ઓફિસમાં કેમેરા લઇને ના આવવા જણાવ્યું હ.તું તેમજ મીડિયા સાથે ગેરવર્તન કરી કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
જેથી એ તો સ્પષ્ટ થાય છે કે આ કામમાં કોન્ટ્રેક્ટરને છાવરી રહ્યા છે અને પોતાની મિલીભગત છુપાવવાનો પ્રયત્ન કરતા હોઈ તેમ લાગી રહ્યું છે. આ અંગે મીડિયાકર્મીઓ દ્વારા વધુ તપાસ કરતા માહિતી મળી હતી કે કાર્યપાલક ઈજનેર પોતે 3 મહિનાથી રજા પર છે અને તેમનો ચાર્જ છેલ્લા 3 મહીનાથી પેટલાદના ડેપ્યુટી એન્જિનિર તરીકે ફરજ બજાવતા નીખીલ પોપટ પાસે છે અને ક્યાંકને ક્યાંક આમની કાર્યશૈલી શંકાસ્પદ લાગી આવી છે.