આણંદ,
ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોની નબળી સ્થિતિ જોતા કોંગ્રેસ હવે પશુ પાલકોના વહારે આવી છે. જેને લઈને કોંગ્રેસે આણંદમાં ધરણાં કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસનું કહેવું છે કે મિલ્ક ફેડરેસન દ્વારા જાહેરાત પાછળ અઢળક ખર્ચ કરવામાં આવે છે. પરંતુ પશુપાલકો પાસેથી ઓછા ભાવે દૂધની ખરીદી કરવામાં આવે છે.
તેમ છતા બજારમાં ઉંચા ભાવે દૂધનું વેચાણ કરવામાં આવે છે. પરંતુ તેનો ફાયદો પશુપાલકોને થતો નથી અને તેને લને રાજ્યના પશુપાલકો નારાજ થયા છે.
એક બાજુ રાજ્યમાં ઘાસચારાની અછત છે ત્યારે પશુપાલકોને ઘાસચારા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ દૂધના ભાવ ઓછા અપાતા પશુપાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ સાથે કોંગ્રેસે ભાજપની નીતિ ખેડૂત વિરોધી હોવાની કહી સરકાર પર પ્રહારો કર્યો હતો.