કહેવાય છે કે પ્રેમ કરનાર પ્રેમીઓ કોઈ નાતજાતમાં માનતા નથી હોતા તેઓ તે મને માત્ર પ્રેમને જ મને છે, પરંતુ ઘણા એવા લોકો પણ છે જે પ્રેમ તો કરે છે પણ અલગ થવા માટે તેઓ પાસે કોઈ રસ્તો ના હોય તો નાતજાતને લઈને આવે છે અને અલગ થઇ જય છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે જ્યાં વલ્લભવિદ્યાનગરમાં રહેતા એક 24 વર્ષીય યુવકે પ્રેમમાં નિષ્ફળતા મળતા આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા વિદ્યાર્થીએ એક સુસાઇડ નોટ પણ લખી છે.
આપને જણાવીએ કે સુસાઇડ નોટમાં યુવકે એક સવાલ ઉઠવ્યો છે, જી હા યુવકે સુસાઇડ નોટમાં લખ્યું છે કે શું આદિવાસીઓને પ્રેમ કરવાનો અધિકાર નથી. સુસાઇડ નોટ પરથી અંદાજ લગાવી શકાય છે કે યુવકે તેનાથી કોઈ ઊંચી જાતિના છોકરીને પ્રેમમાં હતો. પ્રેમમાં નિષ્ફળતા મળતા તેણે પોતાના માતાપિતાને ઉદેશીને સુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો છે.
મળતી માહિતી અનુસાર વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોયઝ હૉસ્ટેલમાં 24 વર્ષીય વિપુલ મનુભાઈ વસાવા નામના યુવકે આપઘાત કરી લીધો હતો. વિપુલ મૂળ દેડિયાપાડાના કાલ્લી ગામનો વતની હતો. વિપુલ યુનિવર્સિટીના ઈકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતો હતો. વિપુલે પોતાના રૂમમાં જ પંખા સાથે દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો.
આપને જણાવી દઈએ કે વિપુલ આદિવાસી સમાજનો હતો. અને તેને એક ઉંચી જ્ઞાતિની છોકરી સાથે પ્રેમ થયો હતો. બન્ને વચ્ચે પહેલા બધું બરાબર રહ્યું બાદમાં છોકરીએ યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જે બાદમાં વિપુલ છોકરીને ભૂલી શકતો ન હતો. આપઘાત કરી લીધો હતો.
પોલીસે બોયઝ હોસ્પેટલના રૂમમાં તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી છે. આ સુસાઇડ નોટ વિપુલે તેના માતાપિતાને ઉદેશીને લખી છે. વિપુલે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “સોરી મમ્મી-પપ્પા. હું હવે મારી જિંદગીથી હારી ગયો છું એવું લાગે છે. હવે મારાથી ન જીવાય, એટલા માટે હું આત્મહત્યા કરૂં છું. કારણ હું મારી પ્રેમિકા વગર પણ ન રહી શકું. એ વાત એને ખબર પણ છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.