અમદાવાદ મા લો એન્ડ ઑર્ડર નું અસ્તિત્વ જ ના હોય તેવો માહોલ થઈ ગયો છે. શહેરમાં બેફામ ગુનાખોરી વધી રહી છે. ન્યુઝ છાપા માં લોકો વાંચી વાંચીને થાકી ગયા છે અમદાવાદના આ વિસ્તારમાં આ થયું ને અમદાવાદના પહેલા વિસ્તારમાં પહેલું થયું. પરંતુ, ગુનાખોરીના પ્રમાણમાં કોઈ પણ જાતનો ઘટાડો થઈ રહ્યું નથી.
વાત કરીએ તો અમદાવાદ માં પોલીસ એક તરફ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે દર રોજ રાતે પેટ્રોલિંગ કરી રહી છે. તેમજ શંકાસ્પદ પ્રવૃતિઓમાં સંડોવાયેલા ઇસમોને પકડીને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરી રહી છે. પરંતુ, કેટલાક એવા રીઢા ગુનેગારો પણ અમદાવાદ ના જુદા જુદા વિસ્તારોમાં સંતાઈને બેઠા છે કે જેઓને પોલીસનો કોઈ ખોફ જ નથી. અને આવા રીઢા ગુનેગારોની બાતમી જ્યારે પોલીસના કાને આવે છે ત્યારે તેઓ આવા રીઢા આરોપીઓને પકડવા માટે ઓપરેશન હાથ ધરે છે તો ત્યારે આરોપીઓ પોલીસ પર હિંસક હુમલો કરીને નાસી છૂટે છે.
ગઈ કાલે પણ આવી જ એક ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં બની હતી. જ્યાં રામોલ પોલીસને બાતમી મળી હતી કે લૂંટના આરોપીઓ વસ્ત્રાલ ખાતેની મહાકાળી હોટેલ પાસે હાજર છે. પોલીસે બાતમી વાળી જગ્યાએ પહોંચીને વોન્ટેડ આરોપી અલતમસ ચોદરી ને પકડવાની કોશિશ કરતા તેની સાથે રહેલા તેના માણસોએ રામોલ પોલીસ પર હિંસક હુમલો કર્યો હતો. જેમાં વોન્ટેડ આરોપી અલ્તમસ પોલીસની પકડમાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસે ફરાર આરોપી સહિત કુલ ચાર ઈસમો સામે કાયદેસરની ફરિયાદ કરી છે. અને તમામ આરોપીઓને પકડવા માટે વિસ્તારમાં નાકાબંધી વધારી દીધી છે.
…………રીઝવાન શેખ,પત્રકાર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.