રાજ્યમાં ચોરોનો આતંક વધી રહ્યો છે. ચોરી કરનાર ચોરો ક્યારે એવું કરી બેસે છે જેના કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ પ્રેમી તેની પ્રેમીકાને કહેશે કે તું મારી નહીં તો કોઇની નહીં તેમ હવે ચોરો પણ વિચારવા લાગ્યા છે. તે વસ્તુ અને કેશ મારી નહીં તો કોઇની નહીં… આવું જ કઈક જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં બન્યું છે.
આપને જણાવી દઈએ કે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામમાં આવેલી ગ્રામીણ બેંકમાં આગ લાગી હતી. ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતાં તસ્કરોએ આગ લગાવી હતી. જેમાં 1.16 લાખની કેશ સળગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આગ લાગવાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.આગના કારણે બેંકના તમામ ડોક્યુમેન્ટ્સ સહિત ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.