સર્ફેસ વોટરની રીયલ ટાઈમ ઈન્ફોરમેશન સિસ્ટમ માટે 82 નવા ઓટોમેટિક વેધર સ્ટેશન ઊભા કરવા ઉપરાંત પ્રવર્તમાન 50 ઓટોમેટીક સ્ટેશન્સનું અપગ્રેડેશન પણ કરવામાં આવશે. 104 નદીઓ તથા 76 મોટા જળાશયો ઉપર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર નાંખવામાં આવશે
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અસરકારક અને સુદ્રઢ વોટર રીર્સોસિસ મેનેજમેન્ટની વિવિધ કામગીરી માટે રીયલ ટાઈમ ઈન્ફર્મેશન સિસ્ટમ પ્રસ્થાપિત કરવા 26.25 કરોડ રૂપિયાનાં કામોને મંજૂરી આપી છે. આ હેતુસર રાજ્યમાં સર્ફેસ વોટરની રીયલ ટાઈમ ઈન્ફર્મેશન સિસ્ટમ માટે 82 નવા ઓટોમેટિક વેધર સ્ટેશન ઊભા કરવામાં આવશે તે ઉપરાંત પ્રવર્તમાન 50 ઓટોમેટિક સ્ટેશન્સનું અપગ્રેડેશન પણ કરવામાં આવશે. આ સિવાય રાજ્યની નદીઓ તેમજ મોટા જળાશયો પર પાણીનાં સ્તરની જાણકારી પણ રીયલ ટાઈમ અને આપોઆપ મળી રહે તે માટે 104 નદીઓ તથા 76 મોટા જળાશયો ઉપર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર નાંખવામાં આવશે.
ગુજરાતમાં સર્ફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર માટે નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે કુલ રૂ.101 કરોડ રૂપિયા આઠ વર્ષનાં સમયગાળા માટે 100 ટકા ગ્રાન્ટ તરીકે મંજૂર કર્યા છે. આ અંતર્ગત રાજ્યમાં વોટર રિસોર્સ ઈન્ફર્મેશન સિસ્ટમ, પબ્લિક અવેરનેસ, હાઈડ્રોલોજીકલ મોડેલિંગ, રીસર્ચ એક્ટવિટી, સ્ટડીઝ અને ટ્રેનિંગ તથા કેપેસિટી બિલ્ડીંગની બહુવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતમાં ઓટોમેટિક વેધર સ્ટેશનને લીલીઝંડી આપવામાં આવ્યા બાદ ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર દ્વારા જળાશયોમાં પાણીની સપાટી સારી રીતે જાણી શકાશે.
ડેમમાં કેટલું પાણી છે તે સંદર્ભમાં તરત જ વોટર લેવલ રેકોર્ડરથી જાણી શકાશે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઓટોમેટિક વેધર સ્ટેશન – ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર કાર્યરત કરવા ૨૬.૨૫ કરોડ રૂપિયાનાં કામોની મંજૂરી આપતા ગુજરાતમાં પાણીનું વ્યવસ્થાપણ હવે સચોટ થશે કેમ કે જળાશયો અને નદીઓ ઉપર વોટર લેવલ રેકોર્ડર અને ઓટોમેટિક વેધર સ્ટેશન ધમધમશે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN