આયશા શેખ મૂળ ભરૂચની રહેવાસી છે અને અભ્યાસ માટે યુક્રેન ગઇ હતી. યુક્રેનમાં આયશા તેની રૂમ મેટ મધ્યપ્રદેશની દિવ્યા અને રાજસ્થાનની આશીતા સાથે ફસાયેલી છે. યુદ્ધ વચ્ચે માર્શલ લો અને સાયરનોના સતત ગણગણાટ વચ્ચે ટરનોપિલ ચેસ્ક્યુસ્કોઓ 39 ના ફ્લેટ નંબર 57 માં કેદ છે. યુનિવર્સીટી અને એમ્બેસીએ હાથ અધ્ધર કરતા ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓને ઉગારી લેવા ભરૂચની આયશાએ ભારત સરકારને અપીલ કરીછે.
- ઇન્ડિયન એરલાઇન્સની એક ફ્લાઇટ પણ પરત ગઈ
- ફ્લાઈટનું 45 હજારનું 2 લાખ ભાડું થયું
યુક્રેનમાં માર્શલ લો લાગી ગયો છે. સતત હુમલા થઈ રહ્યાં છે. દરમિયાન યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકોને ઘરમાં જ રહેવાની ભારતીય દુતાવાસે અપીલ કરી છે. જેમાં ઘરમાં રહો સુરક્ષિત રહો જણાવાયું છે. બીજી તરફ ભરૂચની યુક્રેનમાં ફસાયેલી વિધાર્થીનીએ વિડીયો થકી ભારત સરકારને તેઓને ઉગારી લેવા મદદ માટે કરેલી અપીલનો વિડીયો સામે આવ્યો છે. જેમાં યુક્રેનમાં ફસાયેલી આયશા શેખ જણાવી રહી છે કે, તે યુક્રેનમાં ટરનોપિલમાં ચેક્યુસ્કોઓમાં 39 માં ફેલેટ નંબર 57 માં 46002 માં ફસાયેલી છે. ભરૂચની આ વિદ્યાર્થીની સાથે મધ્યપ્રદેશની દિવ્યા અને રાજસ્થાનની આશીતા પણ ફસાયેલી છે.
અગાઉ આ ભરૂચ, ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓએ પોતાની યુનિવર્સીટી અને એમ્બેસીને નાજુક હલાતો અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે રજૂઆતો કરી હતી. પરંતુ યુનિવર્સીટી કે દુતાવાસે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિધાર્થીઓને પરત વતન લઈ જવા કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે યુદ્ધ ફાટી નીકળવા સાથે રૂસ દ્વારા હુમલા શરૂ થઈ ગયા છે. માર્શલ લો લાગી ગયો છે. ભરૂચની આયશા યુક્રેનમાં જે વિસ્તસરમાં રહે છે ત્યાં સતત સાયરનોની ગુંજ ઘણઘણી રહી છે.
એર ઇન્ડિયાની ગુરુવારે સવારે આવેલી ફ્લાઇટ પણ પરત ફરી હતી. કેટલાય ભારતીય વિધાઈથીઓ કતારોમાં છે. ફ્લાઈટો રદ થઈ રહી છે. ત્યારે પૈસા કરતા વિદ્યાર્થીઓની જિંદગી વધુ કિંમતી હોઈ ભારત સરકાર ગમે તે રીતે યુક્રેનમાં ફસાયેલા ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓને સુરક્ષિત હેમખેમ વતન લઈ જવાની વ્યવસ્થા કરે તે માટે મદદ મંગાઈ છે. ભરૂચની આયશાનો મદદ માટેનો વિડીયો વાયરલ થયા બાદ તેનો પરિવાર અને જિલ્લામાં અન્ય લોકો પણ ચિંતિત થઈ ઉઠ્યા છે.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ કે લોકોની માહિતી તંત્ર અને સરકારને મળી રહે તે માટે તાત્કાલિક કલેકટર કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. ગુજરાત અને ભારત સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.
ફ્લાઈટનું 45 હજારનું 2 લાખ ભાડું થયું
રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇ ચરમસીમાએ છે અને એની વચ્ચે પીસાઈ રહ્યા છે ગુજરાત સહિત અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પડતા પર પાટું હોય એમ તમામ એર લાઇન્સે ભાડા માં ધરખમ વધારો કરી દિધો છે.
જે ભાડું 45 હજાર ની આસપાસ હોય એ હવે 2 લાખની આસપાસ થઈ ગયા છે. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીનીઓ એ જણાવ્યું કે તેઓ જ્યારે ભારતીય દૂતાવાસ માં મદદ માટે ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમારી પાસે 48 કલાક છે પૈસાની વ્યવસ્થા કરો અને ટિકિટ બુક કરીને નીકળો ત્યારે બાદ અમારી કોઈ જવાબદારી નહિ રહે
હવે વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર આભ ફાટ્યું છે. હાલ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર સાચા અર્થમાં તેમની મદદે આવે.
/ રશિયા-યુક્રેન યુદ્ધ: આગ, ધુમાડો, વિસ્ફોટ અને વિનાશ… રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં તબાહીના દ્રશ્ય, જુઓ ફોટો
/ રશિયાએ યુક્રેનિયન એરબેઝનો નાશ કર્યો, રશિયન હુમલામાં પહેલું મોત