બનાસકાંઠા,
બનાસકાંઠામાં લૂંટારા બેફામ બન્યા છે. ભાભરના આઝાદ ચોક વિસ્તારમાં રૂપિયા 19.25 લાખની ચીલઝડપથી ઘટના સામે આવી છે.વેપારી દુકાનથી ઘરે જઈ રહ્યો હતો દરમિયાન બે અજાણ્યા શખ્સો વેપારીના ખભે લટકતો થેલો લૂંટીને ફરાર થઈ ગયો હતો. થેલામાં દાગીના અને રોકડ હોવાનું જાણવા મળ્યું છે. વેપારીએ અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.