બનાસકાંઠા,
ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ હુમલામાં ઘણા જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશ અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે આવમાં ગુજરાતના બનાસકાંઠા વેપારીઓ દ્રારા બંધનું એલન કરીને દેશ માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે બનાસકાંઠાના દાંતા પંથકમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. વેપારીઓએ સ્વેચ્છિક રીતે દુકાનો બંધ રાખવામાંનો નિર્ણય કર્યો છે. વેપારીઓ બંધ પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. જો કે આ બંધના એલાનમાં ટ્રાન્સપોર્ટના વેપારીઓ પણ સમર્થનમાં જોડાશે. તેમાં વેપારીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી અને દાંતા-અંબાજી ફોરલાઈનના કોન્ટ્રેક્ટરો બંધમાં જોડાયા હતા.
વડોદરા એરપોર્ટ પર શહીદોને શ્રદ્ધાંજલિ
વડોદરામાં લોકસભામાં સ્પીકર સુમિત્રા મહાજનએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.વડોદરા એરપોર્ટ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.જો કે CISFના જવાનો સાથે મળી શ્રદ્ધાંજલિ આપી હતી.વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.તેની સાથે સાંસદ સહિત ધારાસભ્યો પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતા.
ગાંધીનગર કેન્ડલ માર્ચ
કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં શહીદ થયેલાં જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી એ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી શહીદ થયેલા જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. સરકાર જે કોઈ પગલું આતંકવાદી ઓ સામે ભરસે તો કોંગ્રેસ સરકાર ને સંપૂર્ણ સમર્થન આપશે.
અમદાવાદ ના વકીલો દ્વારા પુલવામાં શહીદ થયેલા જવાનોના પરિવાર ને સહાય
આણંદ વિદ્યાનગર
આણંદ વિદ્યાનગર ખાતે આવેલ રાજમાર્ગ પર સ્થાનિકોએ પોતાનો રોષ ઢેલાવ્યો છે. કાશ્મીરના પુલવામાં માં થયેલ અત્યાર સુધીના મોટા આતંકી હુમલાથી પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રોડ પર પાકિસ્તાની ઝંડો દોરી તેના પર ચાલી પ્રજા એ પોતાનો રોષ વ્યકત કર્યો હતો.સ્થાનિકો ઘ્વારા પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા હતા.