મંતવ્ય ન્યૂઝ,
ભરૂચ જિલ્લા માં નર્મદા કાંઠે વસેલા ઝાગેશ્વર ગામે આજે 2 ડોલ્ફીન માછલી તણાઈ આવી હતી જેમાં એક મૃત હાલત માં તો એક ડોલ્ફીન જીવિત હાલત માં મળી આવી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમય થી નર્મદા નદીમાં પાણી ની ઉણપના કારણે જળચર જીવોને નુકશાન થઈ રહ્યું છે ત્યારે આજે બીજી એક ગંભીર ઘટના સામે આવી છે, અતિ દુર્લભ કહેવાતી ડોલ્ફીન માછલી ઓછા પાણીમાં તણાઈ આવતા ઝાગેશ્વર ગામમાં કુતુહલ સર્જાયું હતું, જેમાં ઓછા પાણી ન કારણે એક ડોલ્ફીન નું મૃત્યુ થયું હતું જ્યારે એક ડોલ્ફીન ને ગ્રામજનો દ્વારા બચાવી લઈ ને ઉંડા પાણીમાં છોડવામાં આવી હતી.