ભાવનગર,
ભાવનગરનાં પાલિતાણા અને જેસરનાં જંગલ પાસે આવેલા ઇટિયા ગામમાં દીપડાએ બાળકીને ફાડી ખાધી હતી.ઇટીયા ગામે કાચા મકાનમાં શ્રમીક પરિવાર નિંદ્રામાં હતો ત્યારે દીપડાએ ઘરમાં ઘુસી એક બાળાને પોતાનું નિશાન બનાવી હતી.
પોતાનાં પરિવાર સાથે ઘરનાં ઢાળિયામાં સુતેલી 11 વર્ષની શોભના અશોકભાઈ પરમારને દીપડાએ અડધો કીમી દુર ઉપાડી જઇ મૃત્યુ નિપજાવી શરીરનાં કેટલાક અંગો ખાઇ ગયો હતો.
બાળકીની ચીસો સાંભળી તેનાં પિતા તથા અન્ય પરિવારજનો જાગી ગયા હતા અને દીપડા પાછળ દોડયા હતા પરંતુ ઘરની પાસે જ ગોરસના ગીચ જંગલમાં દીપડો અદ્રશ્ય થઇ ગયો હતો.બાળકીને મોમાં લઈને ભાગી જનારા દીપડાને શોધવા માટે પરિવાર અને ગામના લોકોએ ભારે શોધખોળ કરી હતી.જો કે એ પછી જંગલમાંથી બાળકીનો મૃતદેહ જ મળ્યો હતો
વન વિભાગનાં સ્ટાફે શોભનાના મૃતદેહને શોધી પીએમ અર્થે રવાનાં કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી ભારે ખળભળાટ મચી ગયો અને લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
મહુવાના આરએફઓ મકવાણાએ જણાવ્યું હતું કે, બનાવ અંગે જાણ થતાં ૧૫ મિનીટમાં જ વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ, અંધારપટ્ટ અને ગોરસની ગીચ ઝાડીનાં કારણે દીપડા સુધી પહોંચવામાં થોડી વાર લાગી ગઇ હતી આ દરમ્યાન દીપડાએ બાળાનું મોત નિપજાવી બાળાનું કાન સહિતનાં કેટલાક અંગો ખાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.