ભિલોડા,
ભિલોડા તાલુકાના અંતરિયાળ એવા ખીલોડા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ના 72 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 27 વિદ્યાર્થીઓને શાળામાં મધ્યાહન ભોજનમાં ખીચડી અને ચણા આરોગ્યા બાદ ઘરે ગયા પછી પેટમાં દુખવાની તેમજ ઝાડા ઉલટીની ફરિયાદો ઉઠવા પામી હતી.
જેથી વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાના શિક્ષકોને જાણ કરતા બીમાર વિદ્યાર્થીઓને સ્થાનિક ખેરાડી પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
તકલીફ જણાતા વધુ સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાં સારવાર બાદ 27 વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાનું ફરજ પર હાજર ડોક્ટરે જણાવ્યું હતું જ્યારે 4 વિદ્યાર્થીઓને ઝાડાની વધુ અસર વાર્તાતા વધુ સારવાર શરૂ કરવામાં આવી હતી.