Gujarat/ કેમ આટલો ફફડાટ છે બર્ડ ફ્લુથી..? આવા હોય છે લક્ષણો અને આમ ફેલાય છે..?

કેમ આટલો ફફડાટ છે બર્ડ ફ્લુથી..? આવા હોય છે લક્ષણો અને આમ ફેલાય છે..?

Top Stories Gujarat
modi 17 કેમ આટલો ફફડાટ છે બર્ડ ફ્લુથી..? આવા હોય છે લક્ષણો અને આમ ફેલાય છે..?

વલસાડ જિલ્લામાં બર્ડ ફલૂ ને લઈ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ તમામ પોલ્ટ્રી ફાર્મ ઉપર જિલ્લા પશુપાલન ખાતા વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.

દેશના ચાર જેટલા રાજ્યોમાં બર્ડ ફલૂ ની મહામારી શરૂ થઈ છે ત્યારે ગુજરાતમાં પણ તેના માટે તકેદારીના પગલાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લામાં આવેલા આશરે 200 જેટલા પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને સફાઇ સહિતની તકેદારી રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે તો વલસાડ પશુપાલન વિભાગ દ્રારા તમામ પોલ્ટ્રી ફાર્મ ઉપર તાપસ હાથ ધરાઈ છે ત્યારે  બર્ડ ફ્લૂના કારણે પક્ષીના મરણનો એક પણ બનાવ બન્યો નથી. બર્ડ ફ્લુ કે એવિયન ફ્લુ ના સંભવિત જોખમને અનુલક્ષીને પશુપાલન ખાતાએ સાવચેતી માટે વલસાડ શહેર અને જિલ્લામાં સઘન સર્વેક્ષણ હાથ ધર્યું છે.

રાજયમાં બર્ડ ફલૂને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે કે ત્યારે સી બુલ તરફડતી હાલતમાં જોવા મળ્યું હતું. તીથલના દરિયાકાંઠે સી બુલ મળી આવ્યું હતું. સી બુલને તરફડતી હાલતમાં જોતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં સી બુલનો વીડિયો પણ  વાયરલ  થયો હતો. મંતવ્ય ન્યુઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું . પરંતુ  વલસાડ  વનવિભાગ આ મામલે તપાસ શરુ કરી છે.

શું છે ગુજરાત ની સ્થિતિ ..?

નોધનીય છે કે, ગુજરાતમાં જુદાજુદા સ્થળે અનેક મૃત પક્ષીઓ મળી આવ્યા છે. જો કે હજુ સુધી તેમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઇ નથી. ગુજરાતમાં બર્ડ ફ્લુ સામે સરકાર એલર્ટ મોડ પર છે. રાજ્યમાં કુલ 69 પક્ષીઓના મૃત્યુ થયા છે. જેમાંથી 55 પક્ષીઓના મૃત્યુ ફૂડ પોઇઝનિંગ કારણે થયા છે. જયારે અન્ય 14 પક્ષીના મૃત્યુ કયા કારણથી?  14 પક્ષીના નમૂના ભોપાલ મોકલાયા  છે. અને લેબના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

જેમાં જુનાગઢના બાંટવા ખાતે કાગડાઓના મોત બાદ તંત્ર સજાગ બન્યું હતું. તો  તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં મરઘાના મોત થયા છે. મહેસાણા જીલ્લામાં પણ કેટલાક પક્ષીઓનામોત થી ફફડાટ વ્યાપી ગયો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં યાયાવર પક્ષીઓની સીઝન ચાલી રહી છે અને મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બનીને આવ્યા છે ત્યારે પક્ષી પ્રેમીઓમાં દુખની લાગણી જોવા મળી રહી છે.

અત્યાર સુધીમાં દેશના પાંચ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. આ રાજ્યો હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેરળ છે.

શું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડિસિન વિભાગના વડાનું કહેવું..?

બર્ડ ફ્લુ સામે રાજ્યનું પશુપાલન ખાતુ એક્ટિવ બન્યું છે. ગુજરાત આસપાસના રાજ્યમાં બર્ડ ફલૂ ફેલાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડિસિન વિભાગના વડા કમલેશ ઉપાધ્યાયએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 2006માં સૌથી પહેલા આ વાયરસ દેખાયો હતો. 2017માં અમદાવાદમાં-વલસાડમાં આ વાયરસ દેખાયો હતો. 2020માં હરિયાણા,MP, કેરળમાં વાયરસ દેખાયો, ઠંડીની સીઝનમાં ફ્લુની શક્યતા વધારે હોય છે.

ગુજરાતમાં 70 સ્થળ છે, જ્યાં વિદેશથી પક્ષીઓ આવે છે, 3000 કિમીથી પક્ષીઓ આવતા હોય છે, પણ ચિંતા કરવા જેવી સ્થિતિ નથી. પિંજરામાં મોટા થયેલા પક્ષીઓમાં બર્ડફ્લુની ચિંતા વધુ છે. 110 સ્થાન પર કરોડથી વધુ પક્ષીઓને મારી નંખાયા છે. અને ભોપાલની લેબોરેટરીમાં રિપોર્ટ મોકલાય છે

શું માણસમાં ફેલાઈ શકે છે.?

બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જ નહી પરંતુ પશુઓ અને મનુષ્યમાં પણ ફેલાય છે. બર્ડ ફ્લૂનો જો સમયસર ઇલાજ ન થાય તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્ઝા પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. બર્ડ ફ્લૂ આમ તો અનેક પ્રકાર છે પરંતુ (H5N1) પહેલો એવો વાયરસ હતો, જેનાથી પહેલી વખત મનુષ્ય સંક્રમિત થયો હતો. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, લાળ અને આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાચ છે.

બર્ડ ફ્લૂના લક્ષણો

ગળામાં ખરાશ, નાક બંધ થઇ જવું, થાક લાગવો, ઠંડી લાગવી, તાવ આવવો, સાંધામાં દુખાવો થવો અને છાતીમાં દુઃખાવો આ બધા બર્ડ ફ્લુના લક્ષણો છે.

સાવચેતી

વારંવાર હાથ ધોવા,  પક્ષીઓથી દૂર રહેવું, જે જગ્યાએ બર્ડ ફ્લૂનો પ્રકોપ હોય તે સ્થાનથી દૂર રહેવું અને ઇન્ફ્લૂએન્ઝાની વેક્સિન લગાવવા માટે તબીબની સલાહ વિગેરે સાવચેતી રાખીને બર્દથી બચી શકાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…