Not Set/ બ્રેઇન ડેડ મહિલાએ યુવતીને આપ્યું નવજીવન,ફેફસા-હૃદયનું એકસાથે ડોનેશન, જવલ્લે જોવા મળતો કિસ્સો

સુરત, સુરતમાં બ્રેઇન ડેડ થયેલ એક મહિલાએ પોતાના હૃદય સહિતના અંગોનું દાન કરીને 6 લોકોને નવજીવન આપ્યું છે.સુરતના 54 વર્ષના બ્રેઈન ડેડ કિરણ લાકડાવાલાના શરીરમાંથી મલ્ટીપલ ઓર્ગન ડોનેશન હાથ ધરાયું હતું. સુરતમાં પહેલીવાર એવું બન્યું છે કે ફેફસા અને હૃદય એક જ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય. સુરતમાં ફેફસાના ડોનેશનનો બીજો અને હૃદયના ડોનેશનનો 23મો […]

Top Stories Gujarat Surat
adad બ્રેઇન ડેડ મહિલાએ યુવતીને આપ્યું નવજીવન,ફેફસા-હૃદયનું એકસાથે ડોનેશન, જવલ્લે જોવા મળતો કિસ્સો

સુરત,

સુરતમાં બ્રેઇન ડેડ થયેલ એક મહિલાએ પોતાના હૃદય સહિતના અંગોનું દાન કરીને 6 લોકોને નવજીવન આપ્યું છે.સુરતના 54 વર્ષના બ્રેઈન ડેડ કિરણ લાકડાવાલાના શરીરમાંથી મલ્ટીપલ ઓર્ગન ડોનેશન હાથ ધરાયું હતું. સુરતમાં પહેલીવાર એવું બન્યું છે કે ફેફસા અને હૃદય એક જ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય. સુરતમાં ફેફસાના ડોનેશનનો બીજો અને હૃદયના ડોનેશનનો 23મો કિસ્સો છે.

હૃદય અને ફેફસા સહિત કિરણ લાકડવાલાની કિડની, લિવર અને આંખો પણ દાન કરાઈ હતી.કિરણ બહેન સામાજિક કાર્યકર્તા કલ્પેશ લાકડાવાલાના પત્ની છે. છેલ્લા પંદર દિવસથી તેમને સતત માથામાં દુઃખાવો રહેતો હતો.કિરણ બહેન 17 જૂનથી પથારીવશ હતા.

27 અને 25 વર્ષના બે દીકરાની માતા એવા કિરણબહેન બેભાન થઈ ગયા ત્યારે તેમને માલૂમ પડ્યું કે તેમને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે.20 જૂનના રોજ કિરણ બહેનને  બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા.તેમના પરિવારજનોની ઈચ્છા હતી કે તેમના અંગોથી કોઈ બીજાને જીવનદાન મળે.

બીજી બાજુ મુંબઈમાં 25 વર્ષની રૂપાલી ઔતી નામની યુવતીના ફેફસા અને હૃદય સાવ નબળા પડી ગયા હતા.સુરતથી કિરણ બહેનના ફેફસા અને હૃદયનું ડોનેશન મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલમાં સ્વીકારાયું હતું અને 25 વર્ષની રૂપાલી ઔતીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

સુરતની BAPS હોસ્પિટલથી 269 કિ.મી દૂર આવેલી મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલમાં આ મહત્વના અંગો 85 મિનિટમાં પહોંચાડાયા હતા. રૂપાલીને જન્મથી જ હૃદયમાં છિદ્ર અને ફેફસા પર પ્રેશર વધવાની સમસ્યા હતી. છેલ્લા છ મહિનાથી તે પથારીવશ હતી.

કિરણ બહેનના કિડની અને લીવર જેવા બીજા અંગોના ડોનેશન માટે  તેમના પરિવાર દ્વારા અમદાવાદની કિડની ડિઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર સંપર્ક કર્યો હતો.કિડની ઈન્સ્ટિટ્યુટએ તેમના લિવર અને કિડની સ્વીકારી હતી. સાંજ સુધીમાં તે જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાશે. લોક દૃષ્ટિ ચક્ષુ બેન્કે લાકડાવાલાની આંખો સ્વીકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.