ગુજરાતમાં રાજ્ય બજેટ રજૂ થતા પહેલા જ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે રાજ્યનાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે.
આપને જણાવી દઈએ કે હાલ રાજ્ય સરકારનાં કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. તો હવે તે વઘીને 15 ટકા થશે. મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે, રાજ્યની તિજોરી પર 1071 કરોડનો બોજો પડશે. મોંઘવારી ભથ્થું જૂલાઈનાં પગારમાં એક સાથે ચૂકવવાની જાહેરાત પણ નીતિન પટેલે કરી છે. મહત્વનું છે કે, આ કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે.
મોંઘવારી ભથ્થામાં વધારો સરકાર પર બોજો
01.15 થી 01.57 06.01 થી 06.26
જુઓ નાણામંત્રીની જાહેરાત પર સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.