- ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન
- કોરોના સામેનો જંગ હારી ગયા મહાપાત્રા
- છેલ્લાં દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિ.મા હતા દાખલ
- લાંબા સમયથી હતા કોમામાં
- આજે વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ
- IAS ઓફિસરોમાં ભારે શોક
- 1986ની બેચનાં હતા IAS ઓફિસર
- રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેકટર તરીકે બજાવી હતી સેવા
- છેલ્લાં લાંબા સમયથી હતા ડેપ્યુટેશન પર
- કોમર્સ વિભાગનાં હતા સેક્રેટરી
- અગાઉ એરપોર્ટ ઓથો.નાં ચેરમેન તરીકે આપી હતી સેવા
- ગુજરાતમાં મુખ્યસચિવ તરીકે તેમનું ચાલતું હતું નામ
- અસરકારક કામગીરી માટે જાણીતા હતા મહાપાત્રા
કોરોનાની મહામારીએ રાજ્યમાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકથી લઇને દિગ્ગજ નેતા-અભિનેતાનો જીવ લીધો છે. આજે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન થયુ છે. તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધો હતો.
સાવધાન! / તબીબી નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેર માટે આપી ચેતવણી, જાણો ક્યારે આવવાની સંભાવના
આપને જણાવી દઇએ કે, ગુજરાત કેડરનાં IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ મહિનાથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ છેલ્લા લાંબા સમયથી કોમામાં હતા. વળી તેમને કોરોનાવાયરસ પણ થયો હતો. જે બાદથી તેમની તબિયત વધુ ખરાબ થઇ હતી. જો કે આજે સવારે તેમણે આ તકલીફો વચ્ચે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના નિધન બાદ IAS ઓફિસરોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, ગુરુપ્રસાદ મહાપાત્રા 1986 ની બેચનાં IAS ઓફિસર હતા.
બસ અકસ્માત / અમદાવાદ-ચોટીલા હાઈવે પર મોડી રાત્રે રોડ ૨૦ મુસાફરો સાથે મીની બસે પલટી મારી : ગોઝારો અકસ્માત સર્જાયો
જણાવી દઇએ કે, ગુરુપ્રસાદ મહાપાત્રા રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકે સેવા આપી હતી. તેઓ છેલ્લા લાંબા સમયથી ડેપ્યુટેશન પર હતા. ગુરુપ્રસાદ મહાપાત્રા કોમર્સ વિભાગનાં સેક્રેટરી રહી ચુક્યા હતા. આ અગાઉ તેમણે એરપોર્ટ ઓથોરિટીનાં ચેરમેન તરીકે સેવા આપી હતી. ગુજરાતમાં મુખ્યસચિવ તરીકે તેમનુ નામ ચાલતુ હતુ. તેઓ હંમેશા પોતાની અસરકારક કામગીરી માટે જાણીતા હતા.
મોક ડ્રીલથી મોત? / પારસ હોસ્પિટલ મામલે તપાસ રિપોર્ટમાં મોટા ખુલાસો, ઓક્સિજન મોકડ્રીલથી નહોતુ થયુ 22 લોકોનું મોત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગનાં સચિવ ગુરુપ્રસાદ મહાપત્રાનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “ગુરુપ્રસાદ મહાપત્રાનાં અવસાનથી ઘણું દુઃખ થયુ છે, મેં તેમની સાથે ગુજરાતમાં અને કેન્દ્રમાં બહોળા પ્રમાણમાં કામ કર્યું હતું. તેમને વહીવટી મુદ્દાઓની સારી સમજ હતી અને તેઓ તેમના નવા ઉત્સાહ માટે જાણીતા હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના.”
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…