છોટાઉદેપુર
છોટાઉદેપુરમાં આવેલી રાધા હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા…અને હોસ્પિટલમાં બે સોનોગ્રાફી મશીનો સીલ કરવામાં આવ્યા છે. બોડેલી ખાતે આવેલી રાધા હોસ્પિટલ નામની ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈ પણ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન હોય તો તેનું રજીસ્ટર રાખવાનું હોય છે અને તેની જાણકારી આરોગ્ય વિભાગને કરવાની હોય છે.
પરંતુ રાધા હોસ્પિટલ દ્વારા આવી કોઈ જાણકારી બે વર્ષથી આરોગ્ય વિભાગને કરવામાં આવી નહોતી. આરોગ્ય વિભાગની તપાસમાં બંને મશીનોમાં ઘણી વિસંગતતા જણાઈ હતી.
જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા બન્ને મશીનો સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.