Not Set/ સીએમ રૂપાણીએ રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કર્યો,કેમ કરવામાં આવે છે પહિંદ વિધિ,જાણો

અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં નીકળી રહી છે.ભગવાનની રથયાત્રા શરૂ થતાં પહેલાં મંગળા આરતી અને પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે.આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં જમાલપુર આવેલા ભગવાન જગન્નાથના મંદિરે પહોંચી પહિંદ વિધિ કરાવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી છે. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ […]

Top Stories Ahmedabad Gujarat Videos
edw 3 સીએમ રૂપાણીએ રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કર્યો,કેમ કરવામાં આવે છે પહિંદ વિધિ,જાણો

અમદાવાદ,

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં નીકળી રહી છે.ભગવાનની રથયાત્રા શરૂ થતાં પહેલાં મંગળા આરતી અને પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે.આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં જમાલપુર આવેલા ભગવાન જગન્નાથના મંદિરે પહોંચી પહિંદ વિધિ કરાવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી છે. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો છે.સીએમ વિજય રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી છે.

રાજ્યમાં 1990થી મુખ્યમંત્રી પહિંદ વિધિ કરાવતા હોય છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ કહેવામાં આવે છે.

રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને પાણી છાંટે છે. જેને પહિંંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે.

હાલના વડાપ્રધાન નરેદ્ર મોદી અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિન્દ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યપ્રધાન છે, અને આ વખતે બીજી વખત 139મી રથયાત્રામાં આનંદીબહેન પટેલ પહિંંદ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.