અમદાવાદ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે “સ્વચ્છતા હી સેવા આંદોલન”ની શરૂઆત કરાવ્યા બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ ઝાડું ઉપાડ્યું છે. રવિવારે શહેરમાં બની રહેલી વીએસ હોસ્પિટલના નવા બિલ્ડીંગના નિરીક્ષણ માટે CM રુપાણી આવ્યા હતા, ત્યારે તેઓએ આ હોસ્પિટલના પ્રાંગણમાં ઝાડું વડે સાફ સફાઈ કરી હતી.
https://twitter.com/CMO_Gujarat/status/1041245140252282880
આ દરમિયાન તેઓએ ક્લિન ગુજરાતથી હેલ્થી ગુજરાતનો મંત્ર આપ્યો હતો, સાથે સાથે રાજ્યના તમામ નાગરિકોને પોતાનું પ્રાંગણ સાફ સુથરું રાખી સ્વચ્છતાથી સ્વસ્થતા તરફ પ્રેરિત થવા માટે પણ આગ્રહ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલા સ્વચ્છતા હી સેવા આંદોલનના ભાગરૂપે સફાઈના નામે જે બીડું ઉપાડ્યું છે, જેને સફાઈના નામે જન જાગૃતિ જગાવી છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે પીએમ મોદીએ ચાર વર્ષ બાદ “સ્વચ્છતા હી સેવા આંદોલન”ની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન તેઓએ પોતે રાજધાની દિલ્હીસ્થિત બાબા સાહેબ આંબેડકર સ્કૂલમાં ઝાડું ચલાવી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
વધુ વાંચવા માટે આ લીનક પાર કરો ક્લિક :
https://api.mantavyanews.in/21-storey-new-vs-hospital-will-be-ready-air-ambulance-will-land-on-the-helipad/