Not Set/ રાજકોટ: સીએમ વિજય રૂપાણીએ કહ્યું- ગુજરાતમાં સ્થપાશે સૈનિક શાળાઓ

રાજકોટ, મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે.ત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ડિફેન્સ યુથ ફેસ્ટિવલ કાર્યક્રમમાં હાજરી આપી.ડિફેન્ડ યુથ ફેસ્ટિવલમાં વધુમાં વધુ યુવાનો આર્મીમાં જોડાઈ તેમજ આર્મીની ટ્રેનિંગ આપવામાં આવશે. આપને જણાવીએ કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે જેમાં તેઓએ કહ્યું કે ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે. એટલું જ નહીં સાથે […]

Top Stories Gujarat Rajkot
01 16 રાજકોટ: સીએમ વિજય રૂપાણીએ કહ્યું- ગુજરાતમાં સ્થપાશે સૈનિક શાળાઓ

રાજકોટ,

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે.ત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ડિફેન્સ યુથ ફેસ્ટિવલ કાર્યક્રમમાં હાજરી આપી.ડિફેન્ડ યુથ ફેસ્ટિવલમાં વધુમાં વધુ યુવાનો આર્મીમાં જોડાઈ તેમજ આર્મીની ટ્રેનિંગ આપવામાં આવશે.

આપને જણાવીએ કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે જેમાં તેઓએ કહ્યું કે ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે. એટલું જ નહીં સાથે જ જે સંસ્થાઓ સૈનિક શાળા માટે મંજૂરી માગશે તેઓને પણ મંજૂરી આપવા માટે સરકાર તૈયાર છે. પુલવામામાં થયેલા હુમલા બાદ રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય ગણી શકાય છે.

ઉલ્લેખનીય છે આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ હાજર રહ્યાં. ડિફેન્ડ યુથ ફેસ્ટિવલમાં રેશકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આર્મીનું શક્તિપ્રદર્શન પણ કરવામાં આવ્યું.સાથે સાથે રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા વિશાળ રેલીનું આતોજન પણ કરવામાં આવ્યું.પુલવામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલી પણ અહીં અર્પણ કરવા આવી હતી. પરાક્રમ રેલીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા લીલી જંડી આપી પ્રસ્થાન કર્યું.

25000 હજારથી વધુ બાળકો રેલીમાં જોડાયા.મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. સૈન્યની ત્રણેય પાંખની ગાઇડ સાથે લોકો હથિયાર જોઇ શકશે. યુવાની આર્મીમાં જોડાય તે માટે આર્મીની ટ્રેનિંગથી માહિતગાર કરવામાં આવ્યા છે. પરાક્રમ રેલીમાં અંદાજે 5 હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો.