Not Set/ કેન્દ્રીય મંત્રી અનંતકુમારના નિધન પર CM રૂપાણીએ દુઃખની લાગણી કરી વ્યક્ત

ગુજરાત, કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું સોમવારે વહેલી સવારે નિધન થયું છે. તેઓ 59 વર્ષના હતાં. છેલ્લાં કેટલાક મહિનાઓથી તેઓ કેન્સરથી પીડાતા હતાં. ઓક્ટોબરમાં ન્યૂયોર્કમાં મેમોરિયલ સલોઅન કેટેરિંગ સેન્ટરથી ઈલાજ કરાવીને પરત ફર્યા હતા. તબિયત બગડતાં તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુમારને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનું નિધન થતા સીએમ વિજય […]

Top Stories Gujarat Videos
mantavya 1 68 કેન્દ્રીય મંત્રી અનંતકુમારના નિધન પર CM રૂપાણીએ દુઃખની લાગણી કરી વ્યક્ત

ગુજરાત,

કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું સોમવારે વહેલી સવારે નિધન થયું છે. તેઓ 59 વર્ષના હતાં. છેલ્લાં કેટલાક મહિનાઓથી તેઓ કેન્સરથી પીડાતા હતાં. ઓક્ટોબરમાં ન્યૂયોર્કમાં મેમોરિયલ સલોઅન કેટેરિંગ સેન્ટરથી ઈલાજ કરાવીને પરત ફર્યા હતા.

તબિયત બગડતાં તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુમારને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનું નિધન થતા સીએમ વિજય રૂપાણીએ શોખની લાગણી વ્યક્ત કરી હતી.

સોમવારે વહેલી સવારે તેમના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરતા તેમનો દેહાંત થયો હતો.

અનંત કુમાર પાસ રસાયણ અને સંસદીય બાબતો એમ બે ખાતાની જવાબદારી હતી.અનંત કુમાર 1996થી બેંગલુરની દક્ષિણ લોકસભાની સીટ પરથી ચૂંટાતા હતા.એલએલબી ભણેલા કુમારના પરિવારમાં પત્નિ તેજસ્વીની,બે છોકરીઓ ઐશ્વર્યા અને વિજેતા છે. અનંત કુમારના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ શોકાંજલી અર્પિત કરી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું કે, મારા મિત્ર અને સાથીદારના નિધનથી અત્યંત દુઃખી છું.તેઓ તેમના કામને કારણે હંમેશા યાદ રહેશે.