પાટણ,
પાટણના સમીમાં લંપટ ડોક્ટર મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદીના પાપકાંડમાં નવો ખુલાસો થયો છે, તેમના કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઇરફાન પઠાણે પિતા-પુત્રની પાપલીલાનાં કુલ 16 વીડિયો બનાવ્યાંનું કબૂલ્યું છે, તેની ધરપકડ બાદ કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ડોક્ટર પિતા-પુત્ર દવા કરાવવા આવતી મહિલાઓ સાથે પાપલીલા આચરતા હતા, ઇરફાન અને ડોક્ટર વચ્ચે એક દિવસ ઝઘડો થયો હતો, તેનો બદલો લેવા તેને આ વીડિયો બનાવ્યાં હતા, તેને સેમસંગ મોબાઇલ દ્વારા આ વીડિયોનું શુટિંગ કર્યું હતુ.
ઇરફાને 8 વર્ષ સુધી ડો મહેન્દ્ર મોદીના દવાખાનામાં નોકરી કરી હતી, પરંતુ તેમની સાથે ઝઘડો થતા તે નોકરી છોડીને સુરત જતો રહ્યો હતો, બાદમાં તેને વીડિયોનો ઉપયોગ કરીને ડોક્ટર પાસે પૈસા પડાવ્યાંનું પણ જાણવા મળ્યું છે.
પોલીસ પૂછપરછમાં સામે આવશે કે આ વીડિયો બનાવવામાં અન્ય કોઇની મદદ લીધી હતી કે નહીં સાથે જ વીડિયોનું એડિટીંગ કોણે કર્યું છે, તેની માહિતી પણ પોલીસ મેળવી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.