સુરત,
લોકસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્યમાં રાજકીય ગરમીનો પારો ઊંચે ચડતો જાય છે.ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતમાં આપેલા ભાષણમાં ઉગ્ર બનીને કૉંગ્રેસને ‘હરામજાદા’ઓ કહી દીધા હતા.
સુરતના અમરોલી વિસ્તારમા ભાજપના મહિલા ઉમેદવાર દર્શના જરદોષના ચૂંટણી કાર્યાલયનું ઉધ્ધાટન કરવા આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે ‘હરામજાદાઓ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓને સુરત મુકાવી દેવાની પણ ધમકીઓ આપી હતી.
જીતુ વાઘણીએ આડકતરી ધમકી આપતા કહ્યું કે એક બનાવ બન્યો છે બીજો બનાવ બનશે તો તમને સુરત મૂકાવતા પણ અમને વાર નહીં લાગે. ચૂંટણીઓ શાંતિથી થવા દો. જેને જ્યાં મત દેવો છે ત્યાં મત દેવા દો.
જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસને કહું છું કે તાકાત લગાડી દેજો, અંધાધૂંધીને અરાજકતા ફેલાવવા નીકળ્યા છો. સુરતની અંદર સીધા પહોંચી નથી શકતા તો તોફાન કરો છો. રાજ્યમાં સીધું જીતી શકતા નથી એટલે દાદાગીરી અને લુખ્ખીગીરી કરવા નીકળ્યા છો.
વાઘણીએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા કહ્યું કે હું રાજ્યની જનતાને અહીંયાથી ચેતવવા માંગું છું કે ઓળખી લેજો આવા હરામજાદાઓને. જેના મનમાં પાપ છે, જેને લોકોને હેરાન જ કરવા છે, પરેશાન જ કરવા છે એવા લોકોને ઓળખી લો.