ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે પોતાનો પગદંડો જમાવી દીધો છે. દિવાળી બાદ સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આજ રોજ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1560 નવા કેસ નોધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ કોર્ટોના સંક્રમીતોની સંખ્યા 203509 ઉપર પહોચી છે.
જયારે છેલ્લા 24 કલાકમાં ૧૬ દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુ આંક 3922 ઉપર પહોચી છે. આજરોજ કુલ 1302 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. જે સાથે સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,85,0558 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 14529 એક્ટિવ કેસ છે.
*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગતો *
અમદાવાદ 361
સુરત 289
વડોદરા 180
ગાંધીનગર 70
ભાવનગર 8
બનાસકાંઠા 41
આણંદ 28
રાજકોટ 138
અરવલ્લી 6
મહેસાણા 40
પંચમહાલ 29
બોટાદ 1
મહીસાગર 26
ખેડા 28
પાટણ 64
જામનગર 45
ભરૂચ 21
સાબરકાંઠા 20
ગીર સોમનાથ 7
દાહોદ 23
છોટા ઉદેપુર 5
કચ્છ 21
નર્મદા 10
દેવભૂમિ દ્વારકા 5
વલસાડ 1
નવસારી 6
જૂનાગઢ 24
પોરબંદર 1
સુરેન્દ્રનગર 17
મોરબી 20
તાપી 5
ડાંગ 0
અમરેલી 20