Gujarat News: ગુજરાત ક્રિકેટ એસોસિએશન (Gujarat Cricket Association) દ્વારા રીલાયન્સ મેન્સ અન્ડર-૧૯ (Reliance Men’s Under-19) ઓલ ઈન્ડિયા ઇન્વિટેશન (૩ દિવસ) ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫ ની ૩(ત્રીજી) સિઝન નું આયોજન તારીખ ૨૪/૦૮/૨૦૨૪ થી ૧૧/૦૯/૨૦૨૪ દરમિયાન અમદાવાદ, નડિયાદ અને આણંદ ખાતે કરવામાં આવેલ છે.
જેમાં ગુજરાત-૧, ગુજરાત-૨ ઉપરાંત સમગ્ર ભારતમાંથી આમંત્રીત બરોડા, સૌરાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, બંગાળ , કેરળ, મુંબઈ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, એમ કુલ ૧૨ રાજ્યની ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલ તથા ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે રમાશે. તમામ ટીમોની પ્રેકટીસ તથા મેચ અંગેનો કાર્યક્રમ સામેલ કરેલ છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા તાત્કાલિક પગલા ભરવા કરાઈ માગ
આ પણ વાંચો: પાટડી શહેરમાં ૩૯મો જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રાની પૂરજોશમાં તૈયારી
આ પણ વાંચો: સુરતમાં 46 બાળકોને LC આપી દેવાતા વાલીઓમાં રોષ