અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલ અતિથિ એવન્યૂમાં દીવાલ ધરાશાયી થવાથી ચાર વર્ષના બાળકના થયેલા મોતના મામલે નારોલ પોલીસે ચાર બિલ્ડર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે.
મંગળવારે ચાર બાળકો રમી રહ્યાં હતાં ત્યારે દીવાલ ધરાશાયી થઇ હતી, જેમાં તમામ બાળકોને ઇજા પહોંચી હતી, જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
અતિથિ એવન્યૂમાં રહેતા વિક્રમભાઇ ગોયલે નારોલ પોલીસ સ્ટેશનમાં ચાર બિલ્ડર વિરુદ્ધમાં બેદરકારીની ફરિયાદ કરી છે. એલ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અનુજનું મોત થયું હતું.
આ મામલે વિક્રમભાઇએ ગઇ કાલે નારોલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર ગુણવંતભાઇ શાહ, આશીર્વાદભાઇ શાહ, આકાશભાઇ શાહ અને પરાગભાઇ પટેલ વિરુદ્ધમાં બેદરકારીની ફરિયાદ કરી છે.
પોલીસે આ મામલે ચારેય વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.