Not Set/ દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધૂ ફાલ્ગુની ગૌરવ શાહનું નામ ગ્રેમી એવોર્ડ માટે USમાં નોમિનેટ થયું 

દાહોદ, દાહોદ માટે અને દેશ માટે ખુબ ગૌરવની વાત છે કે દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધૂ ફાલ્ગુની ગૌરવ શાહનું નામ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે. હાલ અમેરિકા સ્થિત ફાલ્ગુની શાહનું ‘ફાલુ’ઝ બાઝાર’ આલબમ બેસ્ટ ચિલ્ડ્રન સોંગ્સ કેટેગરીમાં સ્થાન પામ્યું છે. મૂળ દાહોદના અને વર્ષોથી  U. S સ્થાયી થયેલ લીનાબેન અને દિલીપભાઈ રસિકલાલ શાહના ડૉ. પુત્ર […]

Gujarat Others
hhb 9 દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધૂ ફાલ્ગુની ગૌરવ શાહનું નામ ગ્રેમી એવોર્ડ માટે USમાં નોમિનેટ થયું 
દાહોદ,
દાહોદ માટે અને દેશ માટે ખુબ ગૌરવની વાત છે કે દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધૂ ફાલ્ગુની ગૌરવ શાહનું નામ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે. હાલ અમેરિકા સ્થિત ફાલ્ગુની શાહનું ‘ફાલુ’ઝ બાઝાર’ આલબમ બેસ્ટ ચિલ્ડ્રન સોંગ્સ કેટેગરીમાં સ્થાન પામ્યું છે. મૂળ દાહોદના અને વર્ષોથી  U. S સ્થાયી થયેલ લીનાબેન અને દિલીપભાઈ રસિકલાલ શાહના ડૉ. પુત્ર ગૌરવના પુત્રવધુ ફાલ્ગુની દલાલ-શાહ જાણીતા ગાયિકા છે. તેમના ‘સ્મરણાંજલિ’ સહિત અનેક આલ્બમ પ્રકાશિત થયા છે.
ફાલ્ગુનીએ ફાલું બાજાર નામનું આલબમ પોતાના પુત્ર નિશાદ ને લઈને બનાવ્યું હતું. કેન્સર નિષ્ણાત અને ગાયક પતિ ડો. ગૌરવ શાહ સાથે લગ્ન પણ બંને બોમ્બે સંગીત શીખવા આવતા ત્યાં મુલાકાત થઈ અને લગ્ન કર્યાં .લગ્ન થયા બાદ અમેરિકા ખાતે સંગીત ગુરુ પાસે ઇન્ડિયા શીખવા આવતા અને રોજ 4 કલ્લાક તો રિયાઝ કરતા હતા. અમેરિકાના વ્હાઈટ હાઉસમાં નવે.-2009 માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘના સન્માનમાં ઓબામા સરકાર દ્વારા આયોજિત એક સમારંભમાં સંગીતકાર એ.આર.રહેમાનના સંગીત નિર્દેશનમાં ‘જય હો’ ગીત ગાવા માટે તેમને પણ વિશેષ સ્થાન પ્રાપ્ત થયું હતું. જેમાં તેઓએ પોતાની સુરીલી પ્રસ્તુતિ દ્વારા સહુના મન મોહી લીધા હતા.
hhb 8 દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધૂ ફાલ્ગુની ગૌરવ શાહનું નામ ગ્રેમી એવોર્ડ માટે USમાં નોમિનેટ થયું 
અમેરિકાની 20 પ્રભાવશાળી મહિલાઓમાં તેમનું નામ છે તેવો ઉલ્લેખ 2015ના ઇકોનોમિક્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના સર્વેમાં કરવામાં આવ્યો હતો.2018માં તેમને વૉમેન આઇકોન્સ ઓફ ઈન્ડિયા એવોર્ડ પ્રાપ્ત થયો હતો .હાલમાં તેઓ એ તેમનું જે નવું આલબમ ફાલૂસ બાઝર રિલીઝ કર્યું છે તે માટે દક્ષિણ અસિયામાંથી તે એક માત્ર વ્યક્તિ તરીકે તેઓનું નામ નોમિનેટ થયું છે.આગામી 10 ફ્રેબ્રુઆરી એ ફાલ્ગુની ને લોસેન્જલ્સના ટાઉનમાં આયોજિત ગ્રેમ એવોર્ડ્સ ના કાર્યક્રમમાં રેડ કાર્પેટ સન્માન પ્રાપ્ત થશે.ફાલુ’ઝ બાઝાર’ તેના ચાર વર્ષના પુત્ર નિશાદના બાળસહજ પ્રશ્નોમાંથી જન્મ્યું છે. ભાષા, ખાણીપીણીથી લઈને તેના દ્વારા પુછાતા જે તે પ્રશ્નોના પોતાની રીતે સંગીતમય જવાબ તેમાં છે. આ આલ્બમમાં તેમના પતિ અને માતાએ પણ ગાયું છે.
તેમના પરિવારના જનો તેમેજ પરિવારના કુટુંબીઓડહોડ સ્થિત ફાલ્ગુનીના સાસુ સસરા જે હાલ ઇન્ડિયા અને તેમના વતન દાહોદમાં છે તેઓ ને મળવા અને અભિનંદન પાઠવવા આવ્યા હતા. તેમની માટે જણાવ્યું હતું કે આ દાહોદ નહીં પણ દેશ માટે ગૌરવની વાત છે. જ્યાં મોટી મોટી હસ્તીઓ નોમિનેટ ખૂબ મહનેટ કરતી હોય છે ત્યાં આ મારી પુત્રવધુ નું નામ નોમિનેટ થયું તે ખૂબ ગૌરવની વાત છે.