ડાંગ
ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વરસતા વરસાદને કારણે નદીઓ બેકાંઠે થઈ છે..કેટલાક નાળાઓ છલકાઈ જતાં થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ રહ્યો હતો.
જિલ્લાની મુખ્ય ચાર નદીઓ અંબિકા,પૂર્ણા,ગીરા અને ખાપરી બેકાંઠે વહેવા લાગી છે. સવારે અંબિકા નદી કિનારે આવેલ કુમાર બંધ ઉપરથી નદીના પાણી વહેતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં.
જો કે વરસાદનું જોર નરમ પડતાં કોઝવે ઉપરથી ત્રણ કલાક બાદ ફરી વાહનવ્યવહાર શરૂ થઈ ગયો હતો અને તંત્રે રાહત અનુભવી હતી.