સુરત અમરોલીની ખાનગી ટ્યુશન ક્લાસની બસ ખીણમાં ખાબકી હતી, જેમાં 10 વ્યક્તિના મોત નીપજ્યા છે જયારે 34થી વધુ વિદ્યાર્થીઓને ઈજા થયા હોવાનું સામે આવી રહ્યું છે, 30 વધુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને આહવાના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, 2 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સુરત સિવિલ લઇ જવાયામાં આવ્યા છે. 7 જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા વિધાર્થીઓનું રેસ્ક્યું કરવામાં આવ્યું અને હાલ પણ રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે.
વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડતા સમગ્ર જીલ્લા તંત્રમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બસ સુરતના અમરોલીની હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ ભરેલી બસ ડાંગના આહવા રોડ પર માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે.
બસમાં લગભગ 80 વિદ્યાર્થીઓ સવાર હતા.
હાલ ઘટનાની ગંભીરતાને જોતા તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાનું તંત્ર દોડતું થયું છે. બચાવ ટૂકડીઓ પહોંચીને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, બસમાં 80થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા.હાલ બેની હાલત ગંભીર છે તેવી માહિતી મળી રહી છે.