રવિ પુજારી બાદ હવે દાઉદ ગેંગ સક્રિય બની રાજકારણીઓને ખંડણી માટે ફોન કરી રહી છે. પહેલા યુપીના 14 નેતાઓ પાસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ગેંગે ખંડણી માંગી છે. તો હવે ગુજરાતના અપક્ષ ઉમેદવાર અને ભાજપના પૂર્વ મંત્રી બિમલ શાહને ફોન કરી 15 લાખની માંગણી કરવામાં આવી છે.
ત્રણ દિવસ અગાઉ બિમલ શાહને વોટ્સએપના માધ્યમથી ધમકી મળી હતી અને 15 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ધમકી મળતા જ બિમલ શાહ ક્રાઈમ બ્રાંચ પહોચ્યા હતા અને અધિકારીઓનો સપર્ક કર્યો હતો. તેમણે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહનો પણ સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ગત ૩૦ તારીખે ફરિયાદ નોંધવામાં આવી છે અને બિમલ શાહના ઘરે સુરક્ષા વધારી દેવાઈ છે.