Gujarat News/ 20 વર્ષ જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ માટે ગુજરાતમાં બમણી ફી

ગુજરાત સરકારે વાહનોના ફિટનેસ સર્ટીફિકેટ (RC રિન્યુઅલ) અંગે મોટો નિર્ણય લીધો છે

Gujarat

Gujarat News : ગુજરાત સરકારે વાહનોના ફિટનેસ સર્ટીફિકેટ (RC રિન્યુઅલ) અંગે મોટો નિર્ણય લીધો છે, જે મુજબ 20 વર્ષની મર્યાદા પૂરી કરનારા વાહનોના ફિટનેસ સર્ટીફિકેટ માટે હવે બમણી ફી ચૂકવવી પડશે.

આરટીઓ નિયમ મુજબ, 15 વર્ષની આયુ ધરાવતા વાહનોનું ફિટનેસ ચેકઅપ કરાવ્યા બાદ 5 વર્ષનો પરવાનો મળે છે, જેના માટે હાલમાં ટુ-વ્હીલર ચાલકો રૂપિયા 1,000 અને ફોર-વ્હીલર ચાલકો રૂપિયા 5,000 ફી ચૂકવે છે.

જો કે, હવે 20 વર્ષ બાદ તે જ વાહનના ફિટનેસ સર્ટીફિકેટ માટે ટુ-વ્હીલરને રૂપિયા 2,000 અને ફોર-વ્હીલરને રૂપિયા 10,000ની બમણી રકમ ચૂકવવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


tax/જૂના વાહનો પર ગ્રીન ટેક્સ માટે નીતિન ગડકરીની મંજૂરી, જાણો તમારે કેટલો ટેક્સ ભરવો પડશે

Not Set/ગુરુગ્રામમાં એક શખ્સને ટ્રાફિકનાં નિયમનો ભંગ કરવો પડ્યો ભારે, રૂ. 59 હજારનો થયો દંડ