Not Set/ ગુજરાત/ ક્યાંક ફટાકડા તો, ક્યાંક શોર્ટ સર્કિટને કારણે લાગી આગ…. જાણો ક્યાં ક્યાં લાગી આગ

ગુજરાતમાં ગઈકાલે વિવિધ જગ્યાઓ પર નાની મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે. કયાંક ફટાકડા ને કારણે તો કયાંક શોર્ટ સર્કીટને કારણે આગની ઘટના બની છે. સુરત: સુરતના ઉધના દરવાજા પાસે  વિજ ડીપીમાં શોર્ટ સર્કિટથી આગ ની ઘટના બની હતી. ઉધના દરવાજા પાસે આગથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આગથી કોઈ જાનહાની થઇ […]

Top Stories Ahmedabad Gujarat
આગ અમદાવાદ ગુજરાત/ ક્યાંક ફટાકડા તો, ક્યાંક શોર્ટ સર્કિટને કારણે લાગી આગ.... જાણો ક્યાં ક્યાં લાગી આગ

ગુજરાતમાં ગઈકાલે વિવિધ જગ્યાઓ પર નાની મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે. કયાંક ફટાકડા ને કારણે તો કયાંક શોર્ટ સર્કીટને કારણે આગની ઘટના બની છે.

આગ અમદાવાદ 1 ગુજરાત/ ક્યાંક ફટાકડા તો, ક્યાંક શોર્ટ સર્કિટને કારણે લાગી આગ.... જાણો ક્યાં ક્યાં લાગી આગ

સુરત:

સુરતના ઉધના દરવાજા પાસે  વિજ ડીપીમાં શોર્ટ સર્કિટથી આગ ની ઘટના બની હતી. ઉધના દરવાજા પાસે આગથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આગથી કોઈ જાનહાની થઇ નથી. ફાયર બ્રિગેડ આગ પર સત્વરે કાબુ મેળવ્યો હતો.

વાપી :

વાપીના છારા ગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં પ્લાસ્ટિક તેમજ જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ વધુ પ્રસરી હતી. જો કે ફાયર વિભાગની 5 થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સ્થાનિકોના કહેવા પ્રમાણે આગ ફટાકડાઓના કારણે લાગી હતી.

પાટણ :

પાટણના રામનગર ખાતે આવેલ સદારામ એસ્ટેટમાં આગ લાગી હતી.  ગોળી બિસ્કિટના ગોડાઉનમાં આગ લાગી હતી. નગર પાલિકાના ત્રણથી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોચી ગયા હતા. શોર્ટ સર્કિટથી અથવા કોઈ ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યુ છે. ગોળી બિસ્કિટના ગોડાઉનમાં આગથી મોટું નુકસાન થયુ છે. જેને લઈને અંદાજે ત્રણ લાખથી વધુ નુકસાન થયુ હોવાનુ સુત્રો દ્રારા જાણવા મળ્યુ હતુ.

અમદાવાદ:

અમદાવાદમાં નારોલ કોઝી હોટેલ પાસે પણ એક કપડાની ફેકટરીમાં આગની ઘટના બની છે. કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 30 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોચી છે. છતાય છેલ્લા ૧૨ કલાક થી ભારે જહેમત બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.અમદાવાદ નારોલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા કાપડના વેરહાઉસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોકે તેમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે આગ ઝડપથી ફેલાઇ હતી અને 30 ફાયર ફાઈટર અને 100 ફાયર જવાન ઘટના સ્થળે રવાના કરાયા છે. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ આખી રાત ચાલુ રખાયા હતા. આ એક મોટું ટેક્સટાઇલ વેરહાઉસ છે અને ટીન શેડથી ઢંકાયેલું છે. આગ સમગ્ર વેરહાઉસમાં ફેલાઈ ગઈ છે. જો કે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.