ગાંધીનગર
મગફળીના ટેકાના ભાવને લઇને ઉહાપોહ ચાલુ રહ્યો છે.રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક વધુ થઇ છે અને તેની સામે ખેડુતોનું કહેવું છે કે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત કરી હતી તે પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરતી નથી અને અચાનક જ આજથી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવાનું બંધ કરી રહી છે. ખેડુત રાજુભાઈનું કહેવું છે કે અમારા લોકોમાં ખુબ જ રોષ છે, સરકારે કહ્યું હતું કે ટેકાના ભાવે આટલો માલ ખરીદી કરીશુ પણ એ પ્રમાણે માલ વેચાયો નથી.સરકાર સાથે લાગવગ ધરાવતા ખેડુતોનો માલ વેચાયો છે.
સૌરાષ્ટ્રભરમાં આજે રાત્રીના 12 વાગ્યાથી જે મગફળી ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદવામાં આવતી હતી તે સરકાર હવે બંધ કરી રહી છે. આ બાજુ રાજકોટના માર્કેટ યાર્ડમાં ખુબજ મોટા પ્રમાણમાં થઈ ચુકી છે તો કહી શકાય કે સરકાર અચાનક મગફળીની ખરીદી બંધ કરી રહી છે ત્યારે હજુ બધા ખેડૂતોની મગફળી ઘરમાં પડી હોવાથી હેરાન પરેશાન થઈ ગયા છે અને તે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
રમેશભાઈનું કહેવું છે કે જે નબળા ખેડૂતો હતાં તે માલ વેચાવાથી રહી ગયા. હવે અમારે યાર્ડમાંથી માલ વેચવો પડશે જેમાં ભાવ ઓછો મળવાનો. ખુબ જ નુકસાન ઉઠાવવું પડશે.
સરકાર કહે છે ખરીદી ચાલુ રહેશે
બીજી તરફ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે, મગફળી ટેકાના ભાવે ખરીદી નહી થાય તેવી અફવાઓ ઉડાવવામાં આવી છે. મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ખેડુતોના આ રોષ વચ્ચે કૃષિમંત્રી આર સી ફળદુએ કહ્યું હતું કે ખેડૂતોની છેલ્લી બોરી સુધી ખરીદી કરવામાં આવશે. મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલુ જ છે. અમુક લોકો જે મગફળીમાં ભેળસેળ કરી રહ્યાં છે તેવી મગફળીને ખરીદી કરવામાં આવશે નહી. આ વિશે રાજય સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. 137 ક્રેન્દ્રો પર મગફળીની ખરીદી ચાલુ જ છે.
ગાંધીનગરમાં કૃષિ ભવનમાં કૃષિ નિયામક બી એમ મોદીએ માહિતી આપતા જણાવ્યું કે
રાજ્ય સરકારે નાફેડ દ્રારા ટેકાના ભાવ મગફળીની ખરીદી 25-10-2017 રોજ થી ચાલુ કરી હતી. કેન્દ્ર સરકારે નક્કી કરેલ ભાવ 4450 કિવન્ટલ જ્યારે રાજ્ય સરકારે રૂ.50 કિવન્ટલ બોનસ જાહેર કરી કુલ 4500 કિવન્ટલની ખરીદી કરી હતી. 18 તારીખ સુધી 253 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. હાલ કુલ 239 કેન્દ્રો કાર્યરત છે. તે પેકી 137કેન્દ્રો ઉપર એપીએમસી અંદર તથા 116 કેન્દ્રો એપીએમસી બહાર આવેલ છે. નાફેડ ધ્વરા તારીખ 17-1-208 ના પત્રથી એપીએમસી બહાર આવેલ કેન્દ્રો ઉપર ખરીદી બંધ કરવા જણાવેલ છે. આજ દિન સુધી કુલ 776797.04 ટન મગફળી ખરીદી થઈ છે જે 388.40 લાખ મણ જેટલી થાય અને તેનું મૂલ્ય 3495.59 કરોડ થાય છે .આજ દિન સુધી 401187 ખેડૂતો એ લાભ લીધેલો છે. અત્યાર સુધી નાફેડ ધ્વરા રૂ 2246.91કરોડ ફાળવવામાં આવ્યા છે. તે પેકી રૂ 2246.91 કરોડ નાફેડે ખરીદી સંસ્થા ઓને ફાળવી આપેલ છે જ્યારે રાજ્ય સરકારે રૂ 416.35 કરોડ નોડલ એજન્સીઓને ફાળવેલ છે.